ટ્રાવેલલાઈફસ્ટાઈલ

જો તમે પણ ઓછા બજેટમાં ઉનાળાની રજાઓમાં વિદેશ પ્રવાસનું વિચારી રહ્યા છો તો જાણો લો આ મહત્વના સ્થળો

Text To Speech

કાળઝાળ ગરમીથી રાહત માટે કેટલાક લોકો ઉનાળાની રજાઓમાં વિદેશ પ્રવાસનું પણ આયોજન કરે છે. આવી સ્થિતિમાં તમને અહીં કેટલીક જગ્યાઓ વિશે જાણો જે જગ્યાઓ તમારા બજેટને અનુરૂપ છે. તમે ઓછા બજેટમાં આ સુંદર જગ્યાઓ પર યાદગાર પળો વિતાવી શકશો.

ઉનાળો રજાઓનું આયોજન કરવા માટે અહી કેટલી યોગ્ય જગ્યાઓ વિશે જણાવીએ છીએ છે જ્યાં ઓછા બજેટમાં પણ તમે વિદેશ પ્રવાસ કરી શકો છે તેમજ અહી પોતાના પરિવાર, મિત્રો કે પોતાના પાર્ટનને લઈને તમે આ સ્થળો પર ઉનાળાની રજાઓ માણી શકો છો. અહીંથી કેટલાક આઈડિયા પણ લઈ શકો છો.

શ્રીલંકા : તમે શ્રીલંકા જઈ શકો છો. તમે લીલાછમ ચાના બગીચા, પ્રાચીન મંદિરો અને સુંદર બીચ પર યાદગાર સમય પસાર કરી શકશો. તમે અહીં કેન્ડીના ઐતિહાસિક શહેરની મજા માણી કરી શકો છો.

ઇન્ડોનેશિયા : તમે તમારી બકેટ લિસ્ટમાં ઇન્ડોનેશિયા ઉમેરી શકો છો. બાલીના ભવ્ય દરિયાકિનારા તમને મંત્રમુગ્ધ કરી દેશે. તમે અહીંના ઐતિહાસિક મંદિરમાં ફરવા જઈ શકો છો. આ સાથે, તમે અહીં સસ્તા ભાવે રહી શકો છો અને સ્વાદિષ્ટ ભોજનનો આનંદ માણી શકો છો. તમે તમારા બજેટમાં પણ આ દેશને માણી કરી શકો છો.

પોર્ટુગલ : તમે પોર્ટુગલ જઈ શકો છો. તે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસો ધરાવતો ખૂબ જ સુંદર દેશ છે. આની વચ્ચે ઐતિહાસિક શહેર અને સ્વાદિષ્ટ ભોજનનો તમે આનંદ લઇ શકો છો.

ગ્રીસ : તમે ગ્રીસ પણ જઈ શકો છો. તમને ગ્રીસનો સમૃદ્ધ ઇતિહાસ અને સુંદર દૃશ્યો ગમશે. અહીં તમે સેન્ટોરિનીના સુંદર બીચ પર આરામની પળો વિતાવી શકશો. આ સિવાય તમે અહીં સસ્તા ભાવે રહી શકો છો અને ભોજનનો આનંદ પણ માની શકો છો.

Back to top button