નરેન્દ્ર મોદીએ સ્થિતિ સંભાળી લીધી ન હોત તો આખું ગુજરાત ભડકે બળતઃ 2002ના રમખાણો પર શીખ નેતાનો ખુલાસો

નવી દિલ્હી, 27 ઓગસ્ટ 2025: Sikh leader’s explanation on 2002 riots શીખ બાબતોના નિષ્ણાત અને રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ તરલોચન સિંહે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન નરેન્દ્ર મોદીની ભૂમિકાની પ્રશંસા કરી છે. ANI સમાચાર સંસ્થા સાથે વાત કરતા તેમણે કહ્યું કે, આ રમખાણો સાબરમતી એક્સપ્રેસ ટ્રેનમાં આગ લગાડવાની ઘટનાથી ઉદ્ભવેલા ગુસ્સાનું પરિણામ હતું અને નરેન્દ્ર મોદીએ ત્યારપછીની સ્થિતિને સારી રીતે સંભાળી હતી નહીંતર આખું ગુજરાત બળી ગયું હોત.
શીખ નેતા તરલોચન સિંહ કહ્યું કે ટ્રેનમાં જીવતા સળગી ગયેલા લોકોના સંબંધીઓ મૃતદેહોને પોતપોતાના ગામ લઈ જવા માંગતા હતા, પરંતુ નરેન્દ્ર મોદીએ ત્યાં જ તેમના અગ્નિસંસ્કાર કરાવ્યા. તરલોચન સિંહે કહ્યું કે જો આ મૃતદેહો જે તે પીડિતના તેમના ગામડાઓ સુધી પહોંચ્યા હોત તો કલ્પના કરો કે લોકો કેટલા ગુસ્સે થયા હોત અને આખું ગુજરાત બળી ગયું હોત, પરંતુ નરેન્દ્ર મોદીએ હિંમત બતાવી અને આવું થવા દીધું નહીં.
Promo EP-340 | A Comprehensive Conversation on Sikh Politics, Contemporary & Recent Past | 2-Part Series with Ex-Rajya Sabha MP Sardar Tarlochan Singh | Part 1 Premieres Today at 5 PM IST
“The Gujarat riots were a general expression of the people; the government had no role…”… pic.twitter.com/Y3O7wSVLA3
— ANI (@ANI) August 27, 2025
તેમણે કહ્યું કે 2002ના રમખાણો જનતાના ગુસ્સાનું પરિણામ હતા, તેમાં સરકારની કોઈ ભૂમિકા નહોતી. ઉલ્લેખનીય છે કે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. કોંગ્રેસ દ્વારા તેમના પર તે રમખાણો અંગે પણ આરોપ મૂકવામાં આવ્યો છે. 2002ના રમખાણો દરમિયાન તરલોચન સિંહ લઘુમતી પંચના અધ્યક્ષ હતા. તેમણે કહ્યું કે ગુજરાત રમખાણો 1984ના દિલ્હી રમખાણોની જેમ સરકાર દ્વારા પ્રાયોજિત નહોતા. તેમણે કહ્યું કે હું 2002માં લઘુમતી પંચનો અધ્યક્ષ હતો.
તરલોચ સિંહે કહ્યું કે ઘટના પછી પહોંચનારા પહેલા લોકોમાં હું હતો. મેં એ ઘટના વિશે પૂછપરછ કરી. તે સમયે કોઈને તેના વિશે ખબર નહોતી. હું 2000માં લઘુમતી પંચનો અધ્યક્ષ બન્યો અને 2002માં ગુજરાત રમખાણો થયા. મેં ગુજરાત રમખાણો પર એક પુસ્તિકા પણ લખી છે. તેમણે કહ્યું કે આ પુસ્તિકા પણ છાપવામાં આવી હતી અને નરેન્દ્ર મોદીએ તેની 500 નકલો વહેંચી હતી. મેં દિલ્હીમાં થયેલા શીખ રમખાણોની સરખામણી ગુજરાત રમખાણો સાથે કરી હતી. મેં કહ્યું હતું કે દિલ્હી રમખાણો સરકાર દ્વારા પ્રાયોજિત હતા, પરંતુ ગુજરાત રમખાણો જાહેર ગુસ્સાની અભિવ્યક્તિ હતી. તે રમખાણોમાં સરકાર કે તેના કોઈપણ માણસની કોઈ ભૂમિકા નહોતી. મેં મારી તપાસમાં આ વાત કહી હતી.
પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતાં તરલોચન સિંહે કહ્યું કે ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની તેમની ભૂમિકા પ્રશંસનીય હતી. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીએ નિર્ણય લીધો હતો કે તમામ માર્યા ગયેલા કાર સેવકોના અંતિમ સંસ્કાર ત્યાં જ કરવામાં આવે. જો તે મૃતદેહો ગામડાઓમાં પહોંચ્યા હોત તો આપણે ફક્ત કલ્પના કરી શકીએ છીએ કે કેટલો ગુસ્સો ફાટી નીકળ્યો હોત. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં આખું ગુજરાત સળગી ગયું હોત, પરંતુ નરેન્દ્ર મોદીએ હિંમત બતાવી અને પરિસ્થિતિને સંભાળી. તેમણે કહ્યું કે આનું પરિણામ એ આવ્યું કે ફક્ત અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં જ રમખાણો થયાં. સમગ્ર ગુજરાતમાં પરિસ્થિતિ બગડી નહીં.
આ પણ વાંચો : ઑપરેશન મહાદેવે સંતુષ્ટિને આત્મવિશ્વાસમાં બદલ્યો, જવાનોને સન્માનિત કરતા ગૃહમંત્રી અમિત શાહે શું કહ્યું?












