‘હાઉસફુલ 5’ 100 કરોડની ક્લબમાં શામેલ: જાણો ફિલ્મ હિટ થઈ કે ફ્લોપ?

મુંબઈ, ૧૩ જૂન, ૨૦૨૫: અક્ષય કુમાર, રિતેશ દેશમુખ અને અભિષેક બચ્ચનની ફિલ્મ ‘હાઉસફુલ 5’ જોવા થિયેટર્સ હાઉસફુલ થઈ રહ્યા છે. ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ બમ્પર કમાણી કરી રહી છે. ફિલ્મે માત્ર 5 દિવસમાં જ ભારતીય બોક્સ ઓફિસ પર 111.75 કરોડની કમાણી કરી લીધી હતી. એટલું જ નહીં, ‘હાઉસફુલ 5’ એ વિશ્વભરમાં 175 કરોડનો આંકડો પણ પાર કરી લીધો છે.
ફિલ્મની વાર્તા અબજપતિ રણજીત ડોબરિયાલથી શરૂ થાય છે, જેનું ક્રૂઝ શિપ પર મૃત્યુ થાય છે. ત્યારબાદ જોલી નામના ત્રણ લોકો આગળ આવે છે અને તેની સંપત્તિ પર પોતાનો હક જતાવે છે, એવો દાવો કરીને કે તેઓ રણજીત ડોબરિયાલના અસલી દીકરાઓ છે. પરંતુ પછી શિપમાં એક ડોક્ટરનું ખૂન થાય છે અને ત્રણેય આરોપી બની જાય છે. ફિલ્મની ખાસ વાત એ છે કે, આ ફિલ્મ બે વર્ઝન ‘હાઉસફુલ 5A’ અને ‘હાઉસફુલ 5B’માં રિલીઝ થઈ છે અને બંને વર્ઝનમાં અલગ-અલગ ખૂની છે.
જાણો કેટલી કરી કમાણી
હાઉસફુલ 5 ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર 24.35 કરોડ રૂપિયાની ઓપનિંગ કરી હતી. ફિલ્મે બીજા દિવસે 32.38 કરોડ રૂપિયા અને ત્રીજા દિવસે 35.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ‘હાઉસફુલ 5’ એ ચોથા દિવસે 13.15 કરોડ અને પાંચમા દિવસે 11.70 કરોડની કમાણી કરી હતી.
‘હાઉસફુલ 5’નું બોક્સ ઓફિસ કલેક્શન
અક્ષય કુમારની કોમેડી ફિલ્મ ‘હાઉસફુલ 5’ એ છઠ્ઠા દિવસે (રાત્રે 9 વાગ્યા સુધી) 6.4 કરોડની કમાણી કરી છે. આ સાથે, ફિલ્મે સ્થાનિક બોક્સ ઓફિસ પર કુલ 123.08 કરોડનો વ્યવસાય કર્યો છે. બજેટની વાત કરીએ તો, સેકનિલ્કના મતે, ‘હાઉસફુલ 5’ નું બજેટ 225 કરોડ છે. પ્રિન્ટ અને માર્કેટિંગનો ખર્ચ ઉમેર્યા પછી તે 350 કરોડ થઈ ગયું છે.












