ટ્રેન્ડિંગમનોરંજન

Homebound ફિલ્મની Oscar 2026માં એન્ટ્રી, ભારત તરફથી મોકલાઈ જ્હાન્વી-ઈશાનની ફિલ્મ

  • આ ફિલ્મને બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ શ્રેણીમાં ભારતની એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મ હજુ સુધી ભારતીય થિયેટરોમાં રિલીઝ પણ થઈ નથી

HD ન્યુઝ ડેસ્કઃ ફિલ્મ નિર્માતા નીરજ ઘાયવાનની આગામી ફિલ્મ Homebound ને 2026 ના ઓસ્કર  Oscar 2026 માટે સત્તાવાર રીતે નામાંકિત કરવામાં આવી છે. શુક્રવારે કરવામાં આવેલી જાહેરાત મુજબ આ ફિલ્મને બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર ફિલ્મ શ્રેણીમાં ભારતની એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. આ ફિલ્મ હજુ સુધી ભારતીય થિયેટરોમાં રિલીઝ પણ થઈ નથી અને તેને એ પહેલેથી જ જબરદસ્ત પ્રશંસા મળી રહી છે.

આ ફિલ્મમાં ઈશાન ખટ્ટર, વિશાલ જેઠવા અને જાહ્નવી કપૂર મુખ્ય ભૂમિકામાં છે. નીરજ ઘાયવાને આ ફિલ્મનું ડિરેક્શન કર્યું છે. નીરજ ઘાયવાન એજ ડિરેક્ટર છે જેમણે મસાન ફિલ્મનું પણ દિગ્દર્શન કર્યું હતું, આ ફિલ્મ 26 સપ્ટેમ્બર, 2025 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

હોમબાઉન્ડની પ્રશંસા

હોમબાઉન્ડ ઇશાન ખટ્ટર, વિશાલ જેઠવા અને જાહ્નવી કપૂર અભિનીત છે. આ ફિલ્મને પહેલેથી જ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી ચૂકી છે. તેનું પ્રીમિયર કાન્સ 2025માં અન સર્ટેન રિગાર્ડ વિભાગમાં થયું હતું, જ્યાં તેને 9 મિનિટના સ્ટેન્ડિંગ ઓવેશન મળ્યા હતાહતા. તાજેતરમાં યોજાયેલા TIFF 2025 માં, તેણે ઇન્ટરનેશનલ પીપલ્સ ચોઇસ એવોર્ડ માટે બીજા રનર-અપનું સ્થાન મેળવ્યું હતું.

આ ફિલ્મ કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સ હેઠળ બનાવવામાં આવી છે. આ વાર્તા ભારતમાં જાતિ અને ધાર્મિક પૂર્વગ્રહોને દર્શાવે છે. તે બે મિત્રોને તેમના જીવનને સંવારવાનો પ્રયાસ કરતી વખતે આ મુદ્દાઓ સાથે ઝઝૂમતા દર્શાવે છે.

આ પણ વાંચોઃ મોટી ખુશખબર આવી: સરકારી કર્મચારીઓની દિવાળી સુધરી જશે, પગારમાં આવી શકે છે આટલો વધારો

Back to top button