ટ્રેન્ડિંગનેશનલમનોરંજન

મહાશિવરાત્રી પર હેમા માલિનીએ કર્યા ઉજ્જૈનમાં બાબા મહાકાલેશ્વરના દર્શન, જુઓ વીડિયો

Text To Speech
  • 8 માર્ચના રોજ મહાશિવરાત્રી પર હેમા માલિનીએ ઉજ્જૈન સ્થિત બાબા મહાકાલ મંદિરે જઈને દર્શન કર્યા અને બાબાની પૂજા-અર્ચના કરીને આશીર્વાદ લીધા. અભિનેત્રીનો એક વીડિયો સામે આવ્યો છે.

ઉજ્જૈન, 8 માર્ચઃ હિન્દી ફિલ્મોની લોકપ્રિય અભિનેત્રી અને ભાજપ સાંસદ હેમા માલિની મધ્યપ્રદેશના ઉજ્જૈન પહોંચ્યા હતા. આ દરમિયાન હેમાએ ઈસ્કોન મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણ, બલરામ અને પ્રભુપાદજી મહારાજના દર્શ કર્યા. આજે મહાશિવરાત્રી પર અભિનેત્રીએ બાબા મહાકાલના શરણમાં શિશ ઝુકાવ્યું છે.

બાબા મહાકાલના દર્શન

8 માર્ચના રોજ મહાશિવરાત્રીના અવસરે હેમા માલિનીએ ઉજ્જૈન સ્થિત બાબા મહાકાલ મંદિરે જઈને દર્શન કર્યા અને બાબાની પૂજા-અર્ચના કરીને આશીર્વાદ લીધા. અભિનેત્રીનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં તે મહાકાલેશ્વર મંદિરની અંદર ચાંદી દ્વારથી ભોલેનાથના દર્શન કરતી જોવા મળી રહી છે.

આ દરમિયાન હેમામાલિનીએ ચાંદી દ્વારથી જ બાબા મહાકાલને ફૂલ માળા અને જળ અર્પિત કર્યું. આ દરમિયાન મંદરિના પુજારીઓએ ચાંદી દ્વારથી જ પૂજા-અર્ચના અને દર્શન કરાવ્યા. સામે આવેલા વીડિયોમાં અભિનેત્રી શિવભક્તિમાં લીન દેખાઈ રહી છે. ગુલાબી રંગની સાડી, માથા પર તિલક અને હાથમાં ફુલોની માળામાં અભિનેત્રી સંપૂર્ણ રીતે ભોલેનાથની ભક્તિમાં લીન છે. વીડિયોમાં અભિનેત્રીની સાથે તેની ટીમ પણ દેખાઈ રહી છે.

મહાશિવરાત્રી પર હેમા માલિનીએ કર્યા ઉજ્જૈનમાં બાબા મહાકાલેશ્વરના દર્શન, જુઓ વીડિયો hum dekhenge news

વિક્રમોત્સવ 2024 માટે ઉજ્જૈન આવી હેમા માલિની

હેમા માલિની ગુરુવાર 7 માર્ચના રોજ ઉજ્જૈન પહોંચી હતી. તેણે ત્યારે પણ મહાકાલ મંદિર પહોંચીને આશીર્વાદ લીધા હતા. અભિનેત્રી વિક્રમોત્સવ 2024 માટે ઉજ્જૈન આવી છે. ત્યાં તેણે પોતાની ટીમ સાથે શિવ-દુર્ગા નૃત્ય વાટિકા કાર્યક્રમની પ્રસ્તુતિ કરી હતી.

આ પણ વાંચોઃ સાયકલિંગ, પર્યાવરણ અને યોગ- ઉંમરનો કોઈ પડાવ નડ્યો નથી સંજીતા સિંઘ નેગીને

Back to top button