ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

સુરત શહેર અને ગ્રામ્યના વિસ્તારોમાં ધોધમાર વરસાદ, જાણો ક્યા કટેલું પાણી ભરાયુ

  • શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો
  • ઉધના-નવસારી રોડ પર પાણી ભરાઈ ગયા છે
  • ધોધમાર વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી

સુરત શહેરમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. સુરત શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સુરતના ઉધના-નવસારી રોડ પર પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા હતા. ભારે વરસાદના કારણે વાહનચાલકો ફસાયા હતા અને રસ્તાઓ પર નદીઓની માફક પાણી વહેતું જોવા મળ્યું હતું.

ધોધમાર વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી

ધોધમાર વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી છે. હવામાન વિભાગે સુરત અને ભરૂચમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. સુરતના ઉધના, ઉન પાટીયા, ભેસ્તાન વિસ્તારોનો મેઘરાજાએ જાણે વારો પાડી દીધો છે. સતત વરસાદને કારણે રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. ગઈકાલે લિંબાયતમાં પણ ધોધમાર વરસાદ વરસી જતાં માત્ર એક કલાકના ગાળામાં સાડા ચાર ઈંચ જેટલી મેઘરાજાએ બેટિંગ કરી હતી. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. નર્મદાના નાંદોદમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે બોડેલી અને હાલોલમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેતપુર પાવી, જાંબુઘોડા, નેત્રંગમાં 3 ઇંચ, જ્યારે સંખેડા, માલપુર, ખાનપુર અને કપડવંજમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો.

35 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો

આ ઉપરાંત, 35 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. રાજ્યના 11 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ અને 20 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના ખેડૂતો અને નાગરિકોને વરસાદના આગમનથી રાહત મળી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી 3 દિવસ સુધી થન્ડર સ્ટોર્મની સંભાવના છે. 22 તારીખે રાજ્યમાં મધ્યમ વરસાદની આગાહી છે, જ્યારે સુરત અને ભરૂચમાં ભારે વરસાદની શક્યતા છે.

આ પણ વાંચો: ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાનો શેત્રુંજી ડેમ છલકાયો, જાણો કેટલી થઇ નવા નીરની આવક

 

Back to top button