ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

કાળા ડિબાંગ વાદળો સાથે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ, જાણો ક્યા છે ભારે વરસાદની આગાહી

  • અનેક વિસ્તારોમાં વરસાદના કારણે રોડ-રસ્તા પર પાણી જોવા મળ્યું
  • રાણીપ, અખબાર નગર, નરોડામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો
  • રાજ્યના 23 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે

ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં આજે પણ અમદાવાદ, ગાંધીનગર, જુનાગઢ, અમરેલી સહિતના વિસ્તારોમાં મેઘરાજા વરસી રહ્યા છે. એવામાં હવામાન વિભાગ દ્વારા રાજ્યના 23 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય બાકીના જિલ્લામાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.

અમદાવાદમાં મેઘરાજાની મહેરબાની જોવા મળી રહી છે

હાલ, અમદાવાદમાં મેઘરાજાની મહેરબાની જોવા મળી રહી છે. કાળા ડિબાંગ વાદળો સાથે અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદના સરખેજ, મકરબા, એસ.જી હાઇવે, ગોતા, વૈષ્ણોદેવી વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. બીજી બાજુ ગાંધીનગરમાં પણ વરસાદની એન્ટ્રી થઈ ચુકી છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદના કારણે રોડ-રસ્તા પર પાણી ફરી ગયા છે. બીજી બાજું પૂર્વ વિસ્તાર રાણીપ, અખબાર નગર, નરોડામાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે.

પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસવાની સંભાવના

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ રહેશે. આ સિવાય સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, રાજકોટ, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ધોધમાર વરસાદ, જાણો સરદાર સરોવર સહિત વિવિધ ડેમની જળસપાટી 

Back to top button