ટ્રેન્ડિંગધર્મ

Hastrekha Shastra : લવ મેરેજ કે અરેંજ મેરેજ ? હાથની આ રેખાથી જાણો લગ્ન સાથે સંકળાયેલ આ વાત

Hastrekha Shastra  : હાલ સોશિયલ મીડિયા પર લવ મેરેજ અને અરેંજ મેરેજના ટોપિક ઘણો ચર્ચામાં છે. જેને લઈને દરેક પંડિત આ વિષય પર પોતાના મંતવ્યો આપી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે, તમારા હાથની રેખાઓને જોઈને પણ લવ મેરેજ અને અરેંજ મેરેજની જાણકારી મેળવી શકો છો. હકિકતમાં હસ્તરેખા શાસ્ત્ર એક એવી વિદ્યા છે જેમાં હાથની રેખાઓ અને હથેળીને જોઈને માણસના સ્વભાવ અને ભવિષ્ય અંગે જાણકારી મેળવી શકીએ છીએ. તેમાં હાથની મુખ્ય રેખાઓ જેવી કે, જીવન રેખા, મસ્તિષ્ક રેખા અને હ્રદય રેખાને જોવામાં આવે છે. આ રેખાઓ આધારે વ્યક્તિના જીવન, કરિયર, હેલ્થ અને સંબંધ અંગે જાણકારી મેળવવાના પ્રયત્નો કરવામાં આવે છે. ત્યાં જ હાથની રેખાઓ જોઈને વ્યક્તિની વૈવાહિક સ્થિતિ, આવનાર લગ્ન જીવન કેવું રહેશે અને લવ મેરેજ હશે કે અરેન્જ મેરેજ એ પણ જાણી શકાય છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ રીતે જાણો લવ મેરેજ થશે કે અરેંજ મેરેજ

હસ્તરેખા શાસ્ત્ર અનુસાર, હથેળીની રેખાઓથી લગ્ન અને સંબંધ સાથે સંકળાયેલા કેટલાક સંકેત મળે છે. ખાસકરીને નાની આંગળીની નીચે આવેલ વિવાહ રેખાને જોઈને જાણી શકાય છે કે, વ્યક્તિના લવ મેરેજ થશે કે અરેંજ મેરેજ. જો લગ્ન રેખા ઉપર તરફ વળીને હ્રદય રેખી તરફ જાય છે તો તેને લવ મેરેજના સંકેત માનવામાં આવે છે. એવા લોકો પોતાના મનથી જીવનસાથી પસંદ કરે છે અને પ્રેમ સંબંધને લગ્ન સુધી લઈ જવાની સંભાવના વધુ હોય છે. ત્યાં જ જો લગ્ન રેખા સીધી, સાફ અને હ્રદય રેખાથી અલગ હોય તો અરેંજ મેરેજના સંકેત માનવામાં આવે છે. એવામાં પરિવારની ભૂમિકા વધુ હોય છે અને વૈવાહિક જીવન સામાન્ટ સ્થિર માનવામાં આવે છે.

હથેળીમાં અહીં હોય છે લગ્નરેખા

હસ્તરેખા શાસ્ત્રમાં નાની આંગળીની નીચે, હથેળીના કિનારા પર જે રેખા હોય છે તેને લગ્ન રેખા કહેવામાં આવે છે. કેટલાક લોકોના હાથમાં આ સ્થાન પર એકથી વધુ રેખાઓ પણ જોવા મળે છે. પરંતુ દરેક રેખાનો અલગ મતલબ હોય છે. જો લગ્ન રેખા સાફ, ઉંડી અને આખી હોય તો તેને સારો સંકેત માનવામાં આવે છે. એવા લોકોનું લગ્ન જીવન સામાન્ય રીતે સુખી અને સ્થિર રહે છે. ત્યાં જ જો આ રેખા ટૂટેલી હોય, કાપા વાશી અથવા વચ્ચે અન્ય રેખાઓ દેખાય તો લગ્ન જીવનમાં મુશ્કેલી આવી શકે છે. જો લગ્નરેખા હ્રદય રેખાની પાસે હોય તો, જલ્દી લગ્નના સંકેત માનવામાં આવે છે. ત્યાં જ નાની અને વચ્ચે સ્થિર રેખા થોડા મોડા લગ્નના સંકેત આપે છે. જો આ સ્થાન પર કેટલીક નાની નાની રેખાઓ હોય તો તેને એકથી વધુ પ્રેમ સંબંધનો સંકેત માનવામાં આવે છે. જો લગ્ન રેખાની શરૂઆતમાં કોઈ નિશાની હોય અથવા તે હ્રદય રેખાને પાર કરતી હોય તો તેને સારું માનવામાં આવતું નથી. એવા લોકોના સંબંધમાં જોખમ, જીવનસાથે સાથે જોડાયેલ સમસ્યા અને વૈવાહિક જીવનમાં ઉતાર-ચડાવનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો : પાકિસ્તાને ભારતનો કરજ ઉતાર્યો, પાકિસ્તાની નૌકાદળે ભારતીય જહાજ ગૌતમને બચાવ્યું

Back to top button