ગુજરાતટોપ ન્યૂઝ

જુનિયર ક્લાર્કની આગામી પરીક્ષાને લઈને હસમુખ પટેલની મોટી જાહેરાત

ગુજરાત રાજ્યમાં 29 જાન્યુઆરીના રોજ પેપર લીકના કારણે મોકૂફ થયેલ જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. જુનિયર ક્લાર્કના પેપર લીક બાદ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી.

ગુજરાત પંચાયત સેવ પસંદગી મંડળના વડા હસમુખ પટેલ દ્વારા ટ્વિટ કરીને માહિતી આપવામાં આવી છે કે ગુજરાત ગૌણ સેવ પસંદગી મંડળ 9 અપ્રિલે પરીક્ષા લેવા માટે તૈયાર છે પણ પૂરતા પરીક્ષા કેન્દ્રો ઉપલબ્ધ છે કે કેમ તે અંગે ગુજરાતના તમામ જિલ્લાઓમાંથી તે બાબતે માહિતી માંગવામાં આવી છે અને માહિતી આવ્યા બાદ જે તે તારીખની જાહેરાત કરવામાં આવશે.

 

જુનિયર ક્લાર્ક-hum dekhenge news
ઉલ્લેખનીય છે કે જુનિયર ક્લાર્કના પેપરમાં અંદાજે 9.50 લાખ જેટલા ઉમેદવારોએ ઉમેદવારી કરી હતી અને પેપરના દિવસે સવારે પેપર લીક થતાં પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી. હવે ગુજરાત ગૌણ સેવ પસંદગી મંડળની કમાન હસમુખ પટેલને સોંપવામાં આવી છે ત્યારે ફરીથી લખો વિદ્યાર્થીઓની આશા જાગી છે.
Back to top button