આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝવર્લ્ડ

શું અમેરિકાની ચીન નીતિ બદલાઈ? ટ્રમ્પનું ‘G2’ ભારત માટે જોખમનું સંકેત

Trump’s ‘G2’ : થોડા વર્ષો પહેલા સુધી, ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા 21મી સદીની સૌથી મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ભાગીદારીમાંની એક માનવામાં આવતી હતી. અમેરિકાએ ખુલ્લેઆમ કહ્યું હતું કે, ચીનની વધતી શક્તિને સંતુલિત કરવામાં ભારત તેના સૌથી મહત્વપૂર્ણ ભાગીદારોમાંનો એક છે. ક્વાડને ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર માટે નવા સુરક્ષા કવચ તરીકે વર્ણવવામાં આવ્યું હતું. યુએસ અધિકારીઓએ વારંવાર “ઈન્ડો-પેસિફિક” શબ્દનો ઉપયોગ કર્યો હતો અને ભારતને આ સમગ્ર વ્યૂહરચનામાં કેન્દ્રિય ગણાવ્યું હતું. પરંતુ હવે ચિત્ર બદલાતું દેખાય છે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત એક શબ્દ ‘G2’ નો ઉપયોગ કરી રહ્યા છે. એટલે કે વિશ્વની બે સૌથી મોટી શક્તિઓ અમેરિકા અને ચીન. પહેલી નજરમાં આ એક સામાન્ય વ્યૂહરચના શબ્દ લાગી શકે છે. પરંતુ ભારત માટે આ રાજકીય રીતે માથાનો દુ:ખાવો બની શકે છે.

આ માથાના દુ:ખાવાના કારણે માત્ર G2 જ નહીં. તેની સાથે કેટલીક બીજી ઘટનાઓ પણ સંકળાયેલી છે જેના કારણે કેટલાક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે, શું અમેરિકાની ચીન નીતિ બદલાઈ રહી છે ? અને જો એવું હોય તો ભારત પર તેની શું અસર પડશે ?

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

ટ્રમ્પે જેનો ઉલ્લેખ કર્યો તે G2 શું છે ?

 

G2નો અર્થ છે કે, ગૃપ ઓફ ટૂ એટલે કે સરળ ભાષામાં કહીએ તો દેશોની એકબીજા સાથે ભાગીદારી. આ કોઈ સત્તાવાર સંગઠન નથી, કે ન કોઈ સંયુક્ત રાષ્ટ્ર અથવા G20 જેવી કોઈ સંસ્થા છે. આ એક વિચાર છે જેના હેઠળ અમેરિકા અને ચીન વિશ્વની બે મુખ્ય શક્તિઓના રુપમાં વૈશ્વિક મુદ્દાઓ પર મળીને નિર્ણય લેશે. અને સરળ શબ્દોમાં સમજીએ તો તેનો મતલબ એ થશે કે વિશ્વના મોટા નિર્ણયો અમેરિકા અને ચીન વાતચીત કરીને લેશે.

ગત કેટલાક દશકાથી અમેરિકાની નીતિ એ હતી કે, ચીન તેમનો સૌથી મોટો રાજકીય ક્ષત્રુ છે. પરંતુ ટ્રમ્પ તાજેત્તરના મહિનાઓમાં કેટલીક વાર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની સાથે પોતાની નજીકની વાતચીતનો ઉલ્લેખ કરી ચૂક્યા છે. તેઓએ સાર્વજનિક મંચ પર G2નો પણ ઉલ્લેખ કર્યો છે. અહીં સુધી તાજેત્તરમાં જ પ્રધાનમંત્રી મોદીની સાથે વાતચીત દરમ્યાન પણ ટ્રમ્પે આ G2નો ઉલ્લેખ કર્યો. આ વાત ભારતને પરેશાન કરી રહી છે.

ટ્રમ્પના G2એ કરવી જોઈએ ચિંતા

 

ભારતની વિદેશી નીતિ ગત કેટલાક વર્ષોથી એક સિદ્ધાંત પર આધારિત રહી છે. મલ્ટીપોલર વર્લ્ડ-મલ્ટીપોલર એશિયા એટલે કે બહુધ્રુવીય વિશ્વ અને બહુધ્રુવીય એશિયા. ભારત નથી ઈચ્છતું કે એશિયામાં માત્ર એક જ તાકાત ભારે છે. ભારતનું માનવું છે કે, જો ચીન એકલા ક્ષેત્રીય મહાશક્તિ બની ગયું, તો તેની અસર ભારતની સુરક્ષા, અર્થવ્યવસ્થા અને વ્યૂહનીતિ સ્વતંત્રતા પર પડશે.

આ જ કારણ છે કે, ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાએ મળીને QUAD ને મજબૂત કર્યું. તેને અન્ય દેશોને સામેલ કરી તેને QUAD પ્લસ પણ બનાવવાની કવાયત ચલાવી રહી છે. પરંતુ જો અમેરિકા અને ચીન એકબીજા સાથે કરાર કરવા લાગ્યા, તો ભારતની સંપૂર્ણ વ્યૂહનીતિનું ગણિત બદલાવી શકે છે.

એ પણ એક મોટો સવાલ છે કે, ટ્રમ્પ આખરે G2ની વાત કેમ કરી રહ્યા છે ? તેની પાછળ કેટલાક કારણો બતાવવામાં આવી રહ્યા છે. પહેલા તો અર્થવ્યવસ્થા છે. અમેરિકા અને ચીનની વચ્ચે વર્ષોથી ચાલી રહેલા ટ્રેડ વોર બંન્ને દેશોને નુકસાન પહોંચાડી રહ્યા હતા. ટ્રમ્પ હવે ટક્કરના સ્થાને કરારની રાજનીતિ અપનાવતા દેખાઈ રહ્યા છે.

બીજી તરફ ઘરેલુ રણનીતિ પણ એક કારણ છે, જ્યાં ટ્રમ્પ પોતાને એક એવા નેતાના રુપમાં રજૂ કરવા ઈચ્છે છે કે જે મોટા-મોટા વૈશ્વિક વિવાદોની વાતચીતથી ઉકેલી શકે છે. ટ્રમ્પની વિદેશી નીતિ હંમેશાથી પારંપરિક અમેરિકી રણનીતિથી અલગ રહી છે. ત્યાં જ સંસ્થાગત ગઠબંધનોના કારણે વ્યક્તિગત સંબંધો અને સીધી ડીલ પર વધુ વિશ્વાસ કરે છે.

આ પણ વાંચો : હિમાચલમાં ભયંકર રોડ અકસ્માત, કાર ખીણમાં ખાબકી, એક જ પરિવારના 7 લોકોના મોત

Back to top button