ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

VIDEO: પાવાગઢ ડુંગર પરથી પથ્થર ગબડતાં કેટલાય યાત્રિકો દટાયા, 2 મૃતદેહ મળ્યા

હાલોલ: પાવાગઢ ડુંગર પર વહેલી સવારે 5 વાગ્યા આસપાસ એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીંના પાટિયાપુલ નજીક પથ્થર નીચે ગબડતા કેટલાક યાત્રિકો દબાયા હોવાની ઘટના સામે આવી છે. જેમાંથી 2ના મૃતદેહ મળ્યા છે.

વરસાદના પાણીના પ્રવાહને કારણે બની ઘટના

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, વહેલી સવારે આશરે 5:૦૦ વાગ્યાની આસપાસ આ ઘટના ઘટી હતી. છેલ્લા કેટલાક સમયથી થઈ રહેલા વરસાદને કારણે ડુંગર પર પાણીનો પ્રવાહ ખૂબ જ વધી ગયો હતો, જેના કારણે માટી ખસતાં ભારે પથ્થરો નીચે ગબડ્યા હોવાના અહેવાલ છે. વહેલી સવારે દર્શનાર્થે આવેલા યાત્રિકો આ પથ્થરોની ઝપેટમાં આવી ગયા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

જાણીતા યાત્રાધામ પાવાગઢમાં વરસાદમાં દુર્ઘટના સર્જાઈ છે. પાવાગઢમાં પાટિયા પુલ નજીક પથ્થર ધરાશાયી થયા હતા. આ પથ્થરો ગગડીને પગથિયાં ઉપર પડતા ચારથી વધુ વ્યક્તિ દબાયા હતા. જેમાં બે લોકોના મોત નીપજ્યા છે. ઇજાગ્રસ્તો પૈકી ત્રણ વ્યક્તિઓને હાલોલ રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. પથ્થર નીચે દબાયેલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરી બહાર કાઢવાની કામગીરી યથાવત છે. ધોધમાર વરસાદ દરમિયાન આ દુર્ઘટના સર્જાઈ છે.

આ પણ વાંચો: 1.65 લાખ અમીરો આ વર્ષે પોતાના દેશ છોડી દેશે, જાણો આ બધા ક્યાં રહેવાના જવાના

Back to top button