ગુજરાતી ગાયિકા કિંજલ રબારીએ લગ્ન કર્યા, વીડિયો શેર કરીને કહ્યું- મને અને મારા પતિને જીવનું જોખમ

Kinjal Rabari Marriage News: કિંજલ દવે અને આરતી સાંગાણી બાદ હવે ઉત્તર ગુજરાતની જાણીતી સિંગર કિંજલ રબારીને લઇને સોશિયલ મીડિયામાં ચર્ચાનો દોર શરૂ થયો છે. કિંજલ રબારી દ્વારા લગ્ન કરી લેવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતના રાધનપુર તાલુકાના સિનાડ ગામની જાણીતી ગાયિકા કિંજલ રબારીએ સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને પોતાના લગ્નની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યુ કે, તેમણે અશોક ચૌધરી સાથે લગ્ન કર્યા છે. વિડીયોમાં ગાયિકાએ જણાવ્યું કે, અનેક પ્રયત્નો છતાં તેમના પરિવાર દ્વારા લગ્નનો વિરોધ થયો હતો, જેના કારણે અને તેમને તેમજ તેમના પતિને જાનનું જોખમ હોવાની વાત ઉચ્ચારી છે. તેમણે એડવોકેટ અને પોલીસ પ્રોટેક્શનનો સહારો લઈ કાયદેસરના પગલાં શરૂ કર્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, મને અને માર પતિને જીવનું જોખમ છે. એટલા માટે મે એડવોકેટનો સંપર્ક કર્યો છે અને મારા પિતાના જીવના જોખમ માટે પોલીસ પ્રોટેક્શન માગવા કાયદેસરના પગલા લીધા છે. જેથી મારા લગ્નને લઇને કોઇપણ અફવા કે વાતો ફેલાવવી નહીં. આ બાબતને લઇને મારા પતિ કે અમારા લાગતા-વળગતાને કોઇપણ નુકસાન થયું તો એ માટે જવાબદાર મારો પરિવાર રહેશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લીંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
રાધનપુર તાલુકાના સિનાડ ગામના વતની અને જાણીતી સિંગર કિંજલ રબારી સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કરીને જણાવ્યું કે, મે અશોક ચૌધરી નામના યુવક સાથે લગ્ન કર્યા છે. મે ઘણા સમયથી મારા પરિવારને મનાવવા ખૂબ પ્રયત્નો કર્યા, પરંતુ તેઓ મારા લગ્નના વિરોધમાં હોવાથી ગઇકાલે મારા પતિને મે જાણ કરી હતી. જેથી તેઓ મને આવીને લઇ ગયા હતા. ત્યારથી સોશિયલ મીડિયામાં મારા પતિ વિશે જે લખવામાં આવ્યું છે, તે મે જોયું છે. જેથી હું આ બધાને તેમજ સમગ્ર રબારી સમાજને જણાવવા માગું છું કે, હું મારા સમાજની ખૂબ કદર કરું છું. પરંતુ મારી મરજીથી લગ્ન કરવા માટે મને બદનામ કરવામાં આવી રહી છે. એ ખોટું છે. કિંજલ રબારીનું નામ આજકાલ માત્ર તેમની ગાયકીની કળા માટે જ નહીં, પરંતુ તેમના સાહસિક જીવન નિર્ણય માટે પણ ચર્ચામાં છે. સિંગર તરીકે તેમણે દેશી લગ્ન ગીતો, લોકગીતો અને માતાજીના ભજનો દ્વારા પોતાનું સ્થાન કમાયું છે. યૂટ્યૂબ પર 35થી વધુ આલ્બમ અને ગુજરાત–રાજસ્થાનમાં સફળ કાર્યક્રમો તેમના સંગીત કારકિર્દીના શિખર દર્શાવે છે.
આ પહેલાં ગુજરાતની અન્ય ગાયિકાઓ કિંજલ દવે અને આરતી સાંગાણ*ના આંતરજ્ઞાતિય લગ્નને લઈને ચર્ચા થઈ હતી. જેમની જેમ, આજુબાજુના સમાજના ભારોભાર વિરોધ વચ્ચે પણ તે પોતાની પસંદગી માટે પ્રતિબદ્ધ રહી છે. કિંજલ રબારીના લગ્ન સંદર્ભે, તેમણે જણાવ્યું છે કે કોઈ પણ પ્રકારની અફવા અથવા અપમાની જાહેરાતના જવાબદાર તેમના પરિવાર રહેશે, અને સમગ્ર રબારી સમાજને વિનંતી કરી છે કે તેઓ તેમના વ્યક્તિગત નિર્ણયનું સન્માન કરે.












