ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં મોટી આફત આવી: અમરેલીમાં 24 કલાકમાં સૌથી વધુ 9 ઈંચ, જળબંબાકારની સ્થિતિ

અમદાવાદ, 27 ઓક્ટોબર 2025: હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતાં રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.

આજે અમરેલી, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, મહીસાગર, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, આણંદ, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદને લઈને યેલો એલર્ટ જાહેર કર્યું છે.

અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. દરિયાકાંઠાની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. રાજુલામાં 24 કલાકમાં સૌથી વધુ 9 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે ચારેતરફ જળબંબાકારની સ્થિતિ જોવા મળી છે. રાજુલા ધાતરવાડી ડેમ 2ના એક સાથે 19 દરવાજા ખોલવાની ફરજ પડી છે. જેના કારણે નીચાણવાળા વિસ્તાર ખાખબાઈ, હિંડોરણા, વડ, રામપરા, કોવાયા, ઉછેયા, ભેરાઈ, ભચાદર સહિતના ગામડામાં એલર્ટ જાહેર કર્યું છે. ધાતરવાડી નદીમાં પણીનો ધસમસતો પ્રવાહ હાલ વહી રહ્યો છે.

રાજુલામાં મહિલાની ડિલીવરી માટે જેસીબીની મદદ લેવાઈ

અમરેલી જિલ્લામાં રાજુલામાં ધોધમાર વરસાદ વચ્ચે લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે. ચાંચબંદર પટવા વચ્ચે સમઢીયાળામાં બંધારાનું પાણી આવતા મહિલાને ડિલીવરી માટે લઈ જવામાં ભારે મુશ્કેલી સર્જાઈ હતી. મહિલાને અસહ્ય પીડા અનુભવાતા જેસીબીની મદદથી પાણીના પૂર વચ્ચેથી બહાર કાઢી 108માં હોસ્પિટલે પહોંચાડવામાં આવી હતી.

આ પણ વાંચો: ભયંકર તોફાન Montha તબાહી મચાવશે: 3 રાજ્યોમાં રેડ એલર્ટ જાહેર કર્યું, જાણો ગુજરાત માથે કેટલી આફત?

Back to top button