હવામાન વિભાગની આગાહી: ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધ્યો, રાજ્યનું આ શહેર સૌથી ઠંડુ બન્યું

અમદાવાદ, 26 નવેમ્બર 2025: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં અનેક વિસ્તારમાં તાપમાનનો પારો ગગડ્યો છે. આગામી 24 કલાકમા હવામાન શુષ્ક રહેવાની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છ સહિત કેટલાક ભાગોમાં રાત્રે પારો ગગડ્યો છે. 48 કલાક બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે. ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષાને કારણે ઠંડીમાં નોંધપાત્ર વધારો થયો છે.
હવામાન ઝડપથી બદલાઈ રહ્યું છે, વહેલી સવારે કડકડતી ઠંડી, બપોરે હળવો તડકો અને સાંજ પડતાં ઠંડીનું પ્રમાણ ફરી વધશે.વધુ ઊંચાઇવાળા ક્ષેત્રોમાં તાપમાન 5 ડિગ્રી સેલ્સિયલની નીચે પડી ગયુ છે. તાપમાનમાં ઉતાર-ચઢાવને કારણે લોકોમાં શરદી-ખાંસી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ વધવાની શરૂઆત થઇ ગઇ છે.
વિગતવાર વાત કરીએ તો, નલિયામાં 11.1 ડિગ્રી તાપમાન નોંધાયુ છે, અમદાવાદમાં 18.3, ડીસામાં 16.5 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 17.6 ડિગ્રી તાપમાન, વડોદરામાં 19, ભુજમાં 16.6 ડિગ્રી તાપમાન, કંડલામાં 15.2, અમરેલીમાં 14.8 ડિગ્રી તાપમાન, પોરબંદરમાં 14.7,કેશોદમાં 13.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ઘણા રાજ્યોમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે પહોંચ્યું છે અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબમાં ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, હરિયાણા, ઉત્તરપ્રદેશમાં તીવ્ર ઠંડીની ચેતવણી આપવામાં આવી છે, રાજસ્થાનમાં સૌથી વધુ ઠંડીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે, 12 જિલ્લાઓમાં તાપમાન 10 ડિગ્રીથી નીચું નોંધાયું છે અને રાજસ્થાનના સીકરમાં સૌથી ઓછું તાપમાન 7 ડિગ્રી નોંધાયું છે, મધ્યપ્રદેશના ભોપાલ, રાજગઢ, ઇન્દોરમાં ઠંડીની શરૂઆત થઈ છે, મધ્યપ્રદેશના રાજગઢમાં 7 ડિગ્રી તાપમાન નોંધાયું છે, છત્તીસગઢના સુરગુજા ક્ષેત્રમાં પણ ઠંડીનું એલર્ટ આપવામાં આવ્યું છે અને પેંડરામાં તાપમાન 9 ડિગ્રી સુધી પહોંચી ગયું છે.












