ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાત: અરબ સાગરમાં નવી સિસ્ટમ એક્ટિવ થતા આ દિવસોમાં વરસાદની આગાહી

  • ગુજરાતમાંથી નૈઋત્યનું ચોમાસું ભલે વિદાય લઈ ચૂક્યું હોય
  • રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદનું જોર યથાવત્
  • દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘમહેર

ગુજરાતમાંથી નૈઋત્યનું ચોમાસું ભલે વિદાય લઈ ચૂક્યું હોય, પરંતુ રાજ્યમાં આગામી 5 દિવસ સુધી હળવાથી સામાન્ય વરસાદનું જોર યથાવત્ રહેવાની આગાહી ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં મેઘમહેર જોવા મળી શકે છે.

હવામાન વિભાગે તાપમાન અંગે આગાહી કરી

હવામાન વિભાગે તાપમાન અંગે આગાહી કરી છે કે, આગામી સાત દિવસ દરમિયાન રાજ્યના મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે, લઘુત્તમ તાપમાન 24 કલાક બાદ ધીરે ધીરે બેથી ત્રણ ડિગ્રી વધવાની સંભાવના છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 5 દિવસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે, જ્યારે બાકીના તમામ વિસ્તારોમાં શુષ્ક હવામાન રહેશે.

ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની સંભાવના

17 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં વરસાદની સંભાવના છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથમાં વરસાદ વરસી શકે છે. તથા 18 ઓક્ટોબરે અમરેલી, ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદ વરસે તેવી શક્યતા છે. તથા 19થી 21 ઓક્ટોબરે ગીર સોમનાથ, ડાંગ, નવસારી, વલસાડમાં વરસાદની સંભાવના છે.

અરબી સમુદ્રમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે

હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, અરબી સમુદ્રમાં એક નવી સિસ્ટમ સક્રિય થઈ છે. જેના કારણે આગામી સાત દિવસમાં કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમ મજબૂત બનીને આગામી સપ્તાહમાં લો પ્રેશર એરિયામાં ફેરવાશે, જેના પગલે દક્ષિણ તમિલનાડુ અને કેરળના ઘણા ભાગોમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે. હાલમાં દેશના મોટાભાગના ભાગોમાંથી ચોમાસું વિદાય લઈ ચૂક્યું છે.

આ પણ વાંચો:ગુજરાતના રાજકારણમાં સૌથી મોટા સમાચાર, 16 મંત્રીએ રાજીનામાં આપ્યા

Back to top button