ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની તૈયારી શરૂ, કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ CM સાથે કરી મુલાકાત

ગાંધીનગર, તા. 5 ઓગસ્ટ, 2025: ગુજરાતમાં યુસીસી લાગુ કરવાની તૈયારી શરૂ થઈ ચુકી છે. જે અંતર્ગત રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસદ્દો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ સુપ્રિમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ શ્રીમતિ રંજના દેસાઈ અને પાંચ સભ્યોએ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે ગાંધીનગરમાં શુભેચ્છા મુલાકાત બેઠક યોજી હતી.

આ મુલાકાત બેઠક દરમિયાન તેમણે કમિટિની કામગીરી પ્રગતિની વિગતો મુખ્યપ્રધાનને આપી હતી. કાયદા પ્રધાન ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ આ બેઠકમાં સહભાગી થયા હતા.

સમિતિના અન્ય સભ્યો નિવૃત્ત વરિષ્ઠ IAS અધિકારી સી.એલ. મીના, એડવોકેટ આર.સી. કોડેકર, ભૂતપૂર્વ કુલપતિ દક્ષેશ ઠાકર અને સામાજિક કાર્યકર્તા સુશ્રી ગીતાબેન શ્રોફ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતાં. ઉપરાંત, મુખ્યપ્રધાનના અધિક મુખ્ય સચિવ એમ. કે. દાસ, સચિવ ડૉ. વિક્રાંત પાંડે, કાર્યકારી કાયદા સચિવ ઉપેન્દ્ર ભટ્ટ તેમજ વરિષ્ઠ અધિકારીઓ આ શુભેચ્છા મુલાકાત બેઠકમાં જોડાયા હતા.

આ પણ વાંચોઃ રાજ્યમાં અત્યાર સુધી ૧૯,૭૩૧ બાળકોને અમૃતરૂપી દૂધનું દાન કરી ૨૧,૩૫૭ માતાઓ બની યશોદા 

Back to top button