ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ગુજરાતને મળશે આજે મોટી ગિફ્ટ: ભાવનગર-અયોધ્યા ડાયરેક્ટ ટ્રેન શરુ થશે, જાણો ટ્રેનનો રુટ અને ટાઈમ ટેબલ

નવી દિલ્હી: રેલ મંત્રાલયે ગુજરાતના ભાવનગરથી ઉત્તર પ્રદેશના અયોધ્યા કેન્ટને જોડતી એક નવી સાપ્તાહિક એક્સપ્રેસ ટ્રેન શરૂ કરી છે. “ટ્રેન નંબર 19201/19202 ભાવનગર-અયોધ્યા કેન્ટ-ભાવનગર એક્સપ્રેસનો હેતુ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં લાંબા અંતરની કનેક્ટિવિટી વધારવાનો છે,” રેલવે એક નિવેદનમાં આ અંગે જણાવ્યું હતું.

આ ટ્રેન આ શહેરોમાંથી પસાર થશે

આજે ભાવનગરથી કેન્દ્રીય રેલે મંત્રી અશ્વિની વૈષ્ણવ દ્વારા નવી ટ્રેનનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ ખાસ ટ્રેન લગભગ 28 કલાક 45 મિનિટમાં કુલ 1,552 કિમીનું અંતર કાપશે. આ ટ્રેન વડોદરા, આબુ રોડ, અજમેર, જયપુર, કાનપુર અને લખનઉ જેવા મુખ્ય શહેરોમાંથી પસાર થઈને અયોધ્યા કેન્ટ પહોંચશે.

નિયમિત ટ્રેન સેવાઓ ક્યારે શરૂ થશે તે જાણો

ભાવનગરથી 11 ઓગસ્ટ, 2025 થી અને અયોધ્યા કેન્ટથી 12 ઓગસ્ટ, 2025 થી નિયમિત સેવાઓ શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં એકવાર દોડશે. આ ટ્રેનમાં 22 કોચ હશે જેમાં AC 2-ટાયર, AC 3-ટાયર, સ્લીપર ક્લાસ, જનરલ ક્લાસ અને પાર્સલ/સામાન વાનનો સમાવેશ થાય છે. સમગ્ર રૂટનું વીજળીકરણ કરવામાં આવશે અને ઇલેક્ટ્રિક એન્જિન દ્વારા સંચાલિત કરવામાં આવશે. ટ્રેનનું પ્રાથમિક જાળવણી ભાવનગરમાં કરવામાં આવશે.

મધ્યપ્રદેશ અને છત્તીસગઢના મુખ્યમંત્રી પણ હાજર રહેશે

આ સાથે, આજે આ ટ્રેનોનું ઉદ્ઘાટન થવાનું છે. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવ અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈ પણ આ કાર્યક્રમમાં હાજર રહેશે.

અહીંથી નવી ટ્રેનો પણ શરૂ થશે

  • રીવા અને પુણે વચ્ચે નવી ટ્રેન સેવા
  • જબલપુર અને રાયપુરને જોડવા માટે એક નવી ટ્રેન શરૂ કરવામાં આવશે
  • મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ કાર્યક્રમમાં હાજર રહેશે
  • રાયપુરમાં આયોજિત કાર્યક્રમમાં છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાંઈ હાજર રહેશે
  • ત્રણ નવી ટ્રેનો એકસાથે શરૂ કરવામાં આવશે

આ પણ વાંચો: 470 ચોગ્ગા-છગ્ગા: ટીમ ઈંડિયાએ ટેસ્ટમાં બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ, ઓસ્ટ્રેલિયાને પાછળ છોડ્યું

Back to top button