ગુજરાતટ્રેન્ડિંગ

ગુજરાત: મોરબી-રાજકોટમાં આવકવેરાના દરોડામાં જાણો કેટલા કરોડની રોકડ મળી

  • બિલ્ડીંગ કન્સ્ટ્રકશન અને કોટનના ધંધાર્થીઓને ત્યાં દરોડા
  • લાખો રૂપિયાના શંકાસ્પદ આર્થિક વ્યહારો મળી આવ્યા
  • બેંકના તમામ લોકરો આવક વેરા વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા

મોરબીના જાણીતા સિરામિક ગ્રુપ ઉપરાંત બિલ્ડીંગ કન્સ્ટ્રકશન અને કોટનના ધંધાર્થીઓને ત્યાં હાથ ધરવામાં આવેલી આવકવેરા વિભાગની તપાસ દરમિયાન લાખો રૂપિયાના શંકાસ્પદ આર્થિક વ્યહારો મળી આવ્યા હતાં.

બેંકના તમામ લોકરો આવક વેરા વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા

રૂ.2.5 કરોડની રોકડ રકમ સાથે બેંકના તમામ લોકરો આવક વેરા વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું. હજુ બે દિવસ સુધી તપાસ ચાલશે ત્યારબાદ કરચોરીની સાચી વિગતો બહાર આવશે. તેમ આવકવેરા વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

ઓફિસ, ફેકટરી અને રહેણાંક સહિત કુલ 45 સ્થળોએ દરોડા

મોરબીમાં સિરામિક ઈન્ડસ્ટ્રીઝમાં જાણીતા એળાલેવીસ અને મેટ્રો ગ્રુપની ઓફિસ, ફેકટરી અને રહેણાંક સહિત કુલ 45 સ્થળોએ આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશનમાં આ પેઢીઓ સાથે સંકળાયેલાં રાજકોટના ધંધાર્થીઓના ઘર ઓફિસ સહિતના સ્થળોએ આવકવેરા વિભાગના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી.

મોટી રકમની કરચોરી બહાર આવે તેવી સંભાવના

મોડી રાત્રિ સુધી હાથ ધરવામાં આવેલી તપાસ દરમિયાન મળી આવેલી અઢી કરોડની રોકડ રકમ અને બિન હિસાબી આર્થિક વ્યવહારો સાથેનું સાહિત્ય કબજે કરવામાં આવ્યું હતું. હજુ આ સર્ચ ઓપરેશન વધુ બે દિવસ સુધી ચાલશે. પ્રાથમિક તપાસ દરમિયાન ફિઝીકલ ઉપરાંત ડિજિટલ હિસાબી રેકર્ડની ચકાસણીમાં જે વિગતો મળી આવી છે તેના આધારે મોટી રકમની કરચોરી બહાર આવે તેવી સંભાવના છે.

આ પણ વાંચો: ગાંધીનગરમાં મેગા ડિમોલિશન, પોલીસ કાફલા સાથે 700થી વધુ દબાણો દૂર કરાયા

Back to top button