ગુજરાતટોપ ન્યૂઝ

ગાંધીનગર સાયબર સેલ વિવાદમાં નવો વળાંક, કીર્તિદાન ગઢવી અને SP રાજદીપ ઝાલાને હાઈકોર્ટની નોટિસ

Gujarat High Court notice news: ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાને લઈને એક ગંભીર મામલો સામે આવ્યો છે, જેમાં ગુજરાત હાઈકોર્ટે અરજદારની અરજી પર પ્રાથમિક દૃષ્ટિએ નોંધ લઈ અનેક અધિકારીઓને નોટિસ પાઠવી છે. અમદાવાદના ખોડિયારનગર વિસ્તારમાં રહેતા જયેશ પરમાર દ્વારા કરવામાં આવેલી અરજીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

અરજદારના જણાવ્યા મુજબ, 20 ફેબ્રુઆરી, 2025ના રોજ સવારે લગભગ 10 વાગ્યે તેમને કોઈપણ પ્રકારના સમન્સ, વોરંટ કે કાનૂની પ્રક્રિયા વિના સાયબર સેલ, ગાંધીનગરના અધિકારીઓ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. તેઓએ આક્ષેપ કર્યો છે કે તેમને સિવિલ ડ્રેસમાં આવેલા પોલીસ કર્મચારીઓએ ઉઠાવી જઈ લાંબા સમય સુધી રાત્રે 2 વાગ્યા સુધી ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખ્યા હતા.

અરજીમાં વધુમાં જણાવાયું છે કે આ સમયગાળા દરમિયાન તેમને શારીરિક હિંસા પણ કરવામાં આવી હતી. પોલીસ અધિકારીઓએ કાયદાની મર્યાદા ઓળંગી તેમને માર માર્યો અને ઈજાઓ પહોંચાડી. આ સમગ્ર ઘટના પાછળ લોકગાયક કીર્તિદાન ગઢવી અને તેમના સાથીદારોની ભૂમિકા હોવાનો પણ ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે CID ક્રાઈમ સાયબર સેલના PI બી.એમ. ચૌધરી, PSI પરમાર અને સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ રાજદીપસિંહ ઝાલા સહિત સંબંધિત તમામ પક્ષોને નોટિસ ફટકારી છે. સાથે જ કોર્ટએ મહત્વપૂર્ણ પુરાવા નષ્ટ ન થાય તે માટે 20 અને 21 ફેબ્રુઆરીના પોલીસ સ્ટેશનના CCTV ફૂટેજ સાચવી રાખવા માટે પણ સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે.

હાલ આ મામલો કાનૂની પ્રક્રિયામાં છે અને આગામી સુનાવણીમાં કોર્ટ સમક્ષ તમામ પક્ષો પોતપોતાના પક્ષ રજૂ કરશે. જો અરજદારના આક્ષેપો સાચા સાબિત થાય, તો આ કેસ પોલીસની કામગીરી અને જવાબદારી પર મોટા પ્રશ્નો ઊભા કરી શકે છે.

આ પણ વાંચો: VIDEO: નાસિકની હોસ્પિટલમાં ભયાનક દુર્ઘટના, નર્સનું માથું લિફ્ટમાં ફસાતા હાલત ગંભીર

 

 

Back to top button