ગુજરાતમાં રાજકારણનો ઈતિહાસ: નવરાત્રિથી દિવાળીની વચ્ચે 12 વખત થયું મંત્રીમંડળનું વિસ્તરણ

ગાંધીનગર, 17 ઓક્ટોબર 2025: દિવાળીની ઠીક પહેલા ગુજરાતમાં મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. રાજ્યમાં ભૂપેન્દ્ર પટેલની સરકારનું વિસ્તરણ આજે થવાનું છે. જેના ભાગરુપે રાજ્યમાં ગત રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સિવાય મંત્રીમંડળના તમામ 16 મંત્રીઓએ પોતાના પદ પરથી રાજીનામા આપી દીધા છે. જે બાદ હવે આજે 11.30 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે નવા મંત્રીમંડળનો શપથગ્રહણ કાર્યક્રમ યોજાશે.
જો કે આજે જે મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે, તે કંઈ પહેલી વાર નથી. ગુજરાતના ઈતિહાસમાં અગાઉ આવી રીતે 28 વખત મંત્રીમંડળનું વિસ્તરણ થઈ ચુક્યુ છે અને એ પણ નવરાત્રિથી દિવાળીની વચ્ચે જ 12 વખત મંત્રી મંડળના વિસ્તરણ થયા છે.
1962માં ગુજરાતમાં પ્રથમ વિધાનસભા ચૂંટણી થઈ ત્યારથી લઈને આજ સુધી કુલ 28 વખત મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે. તેમાં સૌથી રસપ્રદ વાત એ છે કે 16 વખત ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબરમાં મંત્રીમંડળ બદલાયા છે.
ઈતિહાસમાં ડોકીયું કરીએ તો, 1992થી 1994 દરમ્યાન કુલ 12 વખત મંત્રી મંડળનું વિસ્તરણ થયું છે. જ્યારે 1995થી 2007ની વચ્ચે 7 વખત મંત્રી મંડળ બદલાયું તો વળી 2008થી 2025ની વચ્ચે 9 વખત મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે.
આ પણ વાંચો: ગુજરાત મંત્રીમંડળ વિસ્તરણ: જે નેતાઓને લોટરી લાગવાની છે, તેમને ફોન આવવાના શરુ થયાં












