અમદાવાદ પોલીસની પારદર્શક બદલીઓથી ખળભળાટ, 67 PIનો ગંજીફો ચીપાયો
Police Inspector Reshuffle Ahmedabad: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે અમદાવાદ શહેરમાં પોલીસ વિભાગમાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. શહેરના પોલીસ વડા દ્વારા 67 પોલીસ ઇન્સ્પેક્ટરોની બદલી અને નવી નિમણૂકના આદેશો આપવામાં આવ્યા છે. આ નિર્ણયથી પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ છે.
આ ફેરફારમાં 54 નવા અધિકારીઓને શહેરના વિવિધ પોલીસ મથકો અને વિભાગોમાં મુકવામાં આવ્યા છે, જ્યારે શહેરમાં પહેલાથી ફરજ બજાવતા 13 અધિકારીઓની આંતરિક બદલી કરવામાં આવી છે. ઘણા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓને હવે નવી જવાબદારી સોંપવામાં આવી છે.

પોલીસ ટ્રાન્ફરનું જુઓ લિસ્ટ – Gujarat Police Tranfer
આ વખતે બદલી પ્રક્રિયામાં પારદર્શિતા રાખવામાં આવી છે. કોઈ પણ રાજકીય ભલામણ અથવા દબાણને માન્ય રાખવામાં આવી નથી. અધિકારીઓને તેમના અગાઉના કામ, મળેલા પુરસ્કાર અને તેમની સેવા દરમિયાનના વર્તનના આધારે પોસ્ટિંગ આપવામાં આવી છે. જે અધિકારીઓની કામગીરી નબળી રહી હતી અથવા જે કોઈ વિવાદમાં આવ્યા હતા, તેમને મહત્ત્વના પોલીસ મથકોના બદલે અન્ય વિભાગોમાં મુકવામાં આવ્યા છે. જ્યારે મહત્ત્વના વિસ્તારોમાં હવે કાયમી અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ નિર્ણયથી યોગ્ય અને મહેનતી અધિકારીઓમાં ખુશી જોવા મળી રહી છે, જ્યારે વચેટિયાઓની ભૂમિકા લગભગ સમાપ્ત થઈ ગઈ છે. પોલીસ વિભાગમાં આ બદલાવને વહીવટ સુધારવા માટે મહત્ત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : યુદ્ધવિરામની અસર, સોના-ચાંદીના ભાવમાં જોરદાર ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત












