ગુજરાતટોપ ન્યૂઝ

મોંઘવારીનો ડબલ માર : અમૂલ બાદ રાજકોટમાં ખાનગી ડેરીઓએ દૂધના ભાવમાં કર્યો વધારો

Gujarat News : રાજકોટની જનતાને મોંઘવારીનો વધુ એક માર સહન કરવાનો વારો આવ્યો છે. જેમાં અમૂલ દૂધમાં ભાવ વધારા બાદ હવે રાજકોટની ખાનગી ડેરીઓએ પણ દૂધના ભાવમાં વધારો કર્યો છે. ડેરી મર્ચેન્ટ એસોસિએશને દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 થી 4 રૂપિયા સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ ભાવ વધારાને કારણે ગૃહિણીઓ અને મધ્યમ વર્ગના પરિવારોનું માસિક બજેટ ખોરવાયું છે.

ફેટ પ્રમાણે દૂધના નવા ભાવમાં કરાયો વધારો

નોંધનિય છે કે, ડેરી મર્ચેન્ટ એસોસિએશને દૂધના ફેટ મુજબ અલગ-અલગ ભાવ વધારો લાગુ કર્યો છે. 4 ફેટ સુધીના દૂધમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરાયો છે. તો બીજી તરફ 4 ફેટથી વધુ ફેટ ધરાવતા દૂધમાં સીધો 4 રૂપિયાનો વધારો કરી દેવાયો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ 4 ફેટ સુધીનું દૂધ 30 થી 35 રૂપિયામાં મળતું હતું. ત્યારે હવે આ દૂધ ગ્રાહકોને 32 થી 37 રૂપિયામાં મળશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

6 ફેટ સુધીના દૂધના ભાવ 70 રૂપિયા

મહત્વનું છે કે, વધુ ફેટવાળા દૂધનો ઉપયોગ કરતા ગ્રાહકોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. જેમાં 4 થી 6 ફેટ સુધીના દૂધના ભાવમાં 4 રૂપિયાનો વધારો થતા નવા ભાવ આસમાને પહોંચ્યા છે. હવે 4 થી 6 ફેટ સુધીનું દૂધ ગ્રાહકોને 62 થી 70 રૂપિયા પ્રતિ લીટરના ભાવે મળશે. ચા-નાસ્તાના ધંધાર્થીઓ અને મીઠાઈના વેપારીઓના ખર્ચમાં પણ આ નિર્ણયથી સીધો વધારો થશે.

રાજકોટમાં રોજ 3 લાખ લીટર દૂધનું થાય છે વેચાણ

નોંધનિય છે કે, રાજકોટ શહેરમાં છૂટક દૂધનો વપરાશ ખૂબ જ મોટા પ્રમાણમાં થાય છે. જેમાં શહેરમાં અંદાજે 650 જેટલી ખાનગી ડેરીઓ કાર્યરત છે. આ તમામ ડેરીઓમાં દરરોજ અંદાજે 3 લાખ લીટર છૂટક દૂધનું વેચાણ થાય છે. હવે આ તમામ ગ્રાહકોએ દૂધ ખરીદવા માટે વધુ નાણાં ચૂકવવા પડશે.

આ પણ વાંચો : અમરેલી જિલ્લામાં ગ્રીન એનર્જી ક્ષેત્રે મોટી પહેલ, શેડુભાર ગામે બનશે રાજ્યનો પ્રથમ Bio-CBG પ્લાન્ટ 

Back to top button