ગુજરાત બોર્ડનું ધો. 10નું પરિણામ આવતીકાલે થશે જાહેર, આ રીતે કરી શકાશે ચેક

ગાંધીનગર, તા.7 મે, 2025: ગુજરાત બોર્ડની લેવાયેલી ધો.10ની પરીક્ષાનું આવતીકાલે પરિણામ જાહેર થશે. વિદ્યાર્થી ગુજરાત બોર્ડની વેબસાઈટ અને વોટ્સએપ નંબર પરથી પરિણામ જાણી શકાશે. 27 ફેબ્રુઆરીથી રાજ્યમાં ધોરણ 10ની બોર્ડ પરીક્ષાનો યોજાઈ હતી. જેમાં ધોરણ-10માં 8.92 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડ પરીક્ષા આપી હતી. બુધવારે 8મી મેએ જાહેર થનારું ધોરણ 10નું પરિણામ વિદ્યાર્થીઓ gseb.org વેબસાઈટ પર પોતાનો સીટ નંબર એન્ટર કરી મેળવી શકશે. આ ઉપરાંત વોટસએપના 6357300971 પર પોતાનો સીટ નંબર મેસેજ કરીને પણ પરિણામ મેળવી શકશે.
ફેબ્રુઆરી-માર્ચ ૨૦૨૫ માં યોજાયેલ ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાની પરીક્ષાનું પરિણામ તા.૦૮/૦૫/૨૦૨૫ ના રોજ સવારે ૦૮.૦૦ કલાકે જાહેર કરવામાં આવશે.
👉🏻 વિદ્યાર્થીઓ તેઓનું પરિણામ બોર્ડની વેબસાઇટ https://t.co/cJTxCW4Jq8 પર પોતાનો બેઠક ક્રમાંક(Seat Number) Enter કરી મેળવી શકશે @CMOGuj
— Dr. Kuber Dindor (@kuberdindor) May 7, 2025
ઓનલાઈન આ રીતે પરિણામ કરો ચેક
- જીએસઈબીની સત્તાવાર વેબસાઈટ gseb.org પર જાઓ
- રિઝલ્ટ ટેબ સિલેક્ટ કરો
- તમારો છ આંકડાનો સીટ નંબર દાખલ કરો
- ગો બટન દબાવો
- પરિણામ દેખાશે
- ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટ લઈ રાખો
આ પણ વાંચોઃ પાકિસ્તાનીઓ ગૂગલ પર સર્ચ કરી રહ્યા છે સિંદૂર, જાણો ભારતીય સંસ્કૃતિમાં તેનું શું છે મહત્ત્વ












