લગ્નની ખુશીઓ અચાનક શોકમાં બદલાઈ, વરરાજાની કારે સર્જ્યો અકસ્માત, ગાડી આગળ નાચતા વરના પિતાનું મૃત્યુ, દુલ્હનની બહેનની સ્થિતિ ગંભીર

ઓડિશા: 27 નવેમ્બર, 2025: ઓડિશાના બલાંગીર જિલ્લામાં મંગળવારે (25 નવેમ્બર) મોડી રાત્રે એક દર્દનાક અકસ્માતે લગ્નનો ઉત્સવ પળભરમાં શોકમાં ફેરવી નાખ્યો. હકીકતમાં, વરરાજાની કાર અચાનક ઝડપથી આગળ વધી અને જાનમાં નાચી રહેલા લોકોને કચડી નાખ્યા. આ ઘટનામાં વરરાજાના પિતા ગિભલુ બાગનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે દુલ્હનનો ભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો છે.
કેવી રીતે થયો અકસ્માત?
મળતી માહિતી મુજબ, લગ્ન સમારોહમાં સામેલ થવા મંડલ ગામ પહોંચ્યો હતો. રાત્રે જાન આવી અને ઢોલ-નગારાના તાલે સંબંધીઓ વરરાજાની કારની આગળ નાચી રહ્યા હતા. આ દરમિયાન, વરરાજાને લઈ જતી કાર અચાનક જોરથી આગળ વધી અને નાચતા જાનૈયાઓને કચડી નાખ્યા. ટક્કર એટલી જોરદાર હતી કે વરરાજાના પિતા ગિભલુ બાગનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. જ્યારે દુલ્હનનો ભાઈ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો, જેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત નાજુક છે.
ભારે હૃદયે લગ્નની વિધિઓ ચાલુ રહી
આ દુઃખદ ઘટના બાદ બંને પરિવારોમાં શોકનો માહોલ હતો, પરંતુ આપસી સંમતિથી નક્કી કરવામાં આવ્યું કે, લગ્નની વિધિઓ ચાલુ રાખવામાં આવે. પરિવારોનું કહેવું હતું કે, અધૂરા લગ્ન વધુ સમસ્યાઓ ઊભી કરી શકે તેમ હતા, તેથી ભારે હૃદય સાથે કાર્યક્રમ પૂરો કરવામાં આવ્યો.
પોલીસ તપાસ શરૂ
સૂચના મળતા જ બેલપાડા પોલીસ સ્ટેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને અકસ્માતની તપાસ શરૂ કરી. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો છે. પોલીસ હવે એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું ગાડીમાં કોઈ ટેકનિકલ ખામી આવી હતી? કે પછી ડ્રાઇવરથી કોઈ અચાનક ભૂલ થઈ?
આ પણ વાંચોઃ ”IMFનો નવો સંદેશ: થોડા વર્ષોમાં જ ભારતમાં 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનશે!”
આ પણ વાંચોઃ અમદાવાદમાં AMCની મોટી કાર્યવાહી : નમકીન-ફરસાણ એકમો પર કરવામાં આવ્યું સઘન ચેકિંગ, 27 એકમોને નોટિસ












