બિઝનેસ

વૈશ્વિક બજારોમાં હાહાકાર, સેન્સેક્સ 367 અને નિફ્ટી 110 અંક તૂટીને ખુલ્યા

Global markets plunge : વિશ્વભરના શેર બજારોમાં ભારે વેચવાલી વચ્ચે ભારતીય શેર બજારમાં પણ આજે મોટો ઝટકો જોવા મળ્યો છે. 11 જુનના રોજ BSEનો Sensex 367 અંકના ઘટાડા સાથે 73615 પર ખુલ્યો હતો, જ્યારે NSEનો નિફ્ટી 110 અંક તૂટીને 23104ના સ્તરે પહોંચી ગયો હતો.

તે પહેલા ગિફ્ટ નિફ્ટી પણ 71.1 અંકના ઘટાડા સાથે 23169 પર લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યો હતો, જેના કારણે બજાર નબળું ખુલવાની આશંકા પહેલેથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

અમેરિકા-ઈરાન તણાવથી બજારમાં ભય

શેર બજારમાં આવેલી આ ભારે ગિરાવટ પાછળનું મુખ્ય કારણ અમેરિકા અને ઈરાન વચ્ચે વધતો તણાવ માનવામાં આવી રહ્યો છે. બંને દેશો વચ્ચે ફરી વધેલા યુદ્ધ જેવા માહોલથી વૈશ્વિક રોકાણકારોમાં ભય ફેલાયો છે.

આ જ કારણસર એશિયાના મોટા ભાગના બજારોમાં પણ ભારે વેચવાલી જોવા મળી છે.

એશિયન અને અમેરિકન બજારોમાં મોટો ઘટાડો

MSCI એશિયા-પેસિફિક ઇન્ડેક્સમાં આશરે 0.9 ટકાનો ઘટાડો નોંધાયો હતો. South Koreaનો KOSPI ઇન્ડેક્સ લગભગ 3 ટકા સુધી તૂટી ગયો હતો.

જાપાનનો Nikkei 225 Index પણ લગભગ 2 ટકા લથડી ગયો હતો.

અમેરિકન બજારોની વાત કરીએ તો Dow Jones 953 અંક તૂટીને 49918 પર આવી ગયો હતો, જ્યારે S&P 500માં 1.62 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

Crude Oilના ભાવમાં વધારો

અમેરિકાએ ઈરાનના કેટલાક વિસ્તારોમાં નવા હુમલા કર્યા બાદ ઈરાને Hormuz Strait બંધ કરવાની જાહેરાત કરી છે. આ ઘટનાએ વૈશ્વિક ઓઈલ માર્કેટમાં ચિંતા વધારી દીધી છે.

બ્રેન્ટ ક્રૂડ ઓઇલlના ભાવ લગભગ 2 ટકા ઉછળી 95 Dollar પ્રતિ બેરલની નજીક પહોંચી ગયા છે.

આ ઉપરાંત અમેરિકામાં May મહિનાની મોંઘવારી April 2023 બાદ સૌથી ઝડપી ગતિએ વધી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે US Federal Reserve લાંબા સમય સુધી વ્યાજદર ઊંચા રાખી શકે તેવી આશંકા વધુ મજબૂત બની છે.

Oracleના પરિણામો છતાં શેરમાં ઘટાડો

સોફ્ટવેર જાયન્ટ ઓરેકલએ FY 2026ની ચોથી ત્રિમાસિક માટે અપેક્ષા કરતાં સારા પરિણામો જાહેર કર્યા છે.

કંપનીનું કુલ રેવેન્યુ 19.18 બિલિયન ડોલર રહ્યું હતું, જ્યારે પ્રતિ શેર આવક 2.03 ડોલર નોંધાઈ હતી.

તેમ છતાં ઓરેકલ દ્વારા 40 બિલિયન ડોલર ભેગા કરવાની અને 70 બિલિયન ડોલરrના કેપિટલ ઈન્વેસ્ટમેન્ટની જાહેરાત બાદ રોકાણકારોમાં ચિંતા વધી ગઈ હતી.

આ કારણસર આફટર અવર્સ દરમિયાન Oracleનો શેર 10.2 ટકા તૂટીને 201.26 Dollar સુધી આવી ગયો હતો.

રોકાણકારોમાં સાવચેતીનો માહોલ

વૈશ્વિક તણાવ, વધતા Crude Oil ભાવ અને મોંઘવારીના દબાણને કારણે રોકાણકારો હાલ સાવચેત વલણ અપનાવી રહ્યા છે.

બજાર નિષ્ણાતોનું માનવું છે કે આગામી દિવસોમાં વૈશ્વિક રાજકીય પરિસ્થિતિ અને અમેરિકન વ્યાજદર સંબંધિત નિર્ણયો ભારતીય શેર બજારની દિશા નક્કી કરી શકે છે.

આ પણ વાંચો : Tejas Mk-1A Fighter Jet પ્રોગ્રામમાં ફ્રોડ! HALએ કંપની સામે નોંધાવી FIR

 

Back to top button