ગુજરાતટોપ ન્યૂઝ

G-20 India : આજથી ગાંધીનગરમાં ઈન્સેપ્શન બેઠક ત્રણ દિવસ સુધી યોજાશે, કેન્દ્રીય મંત્રીઓ રહેશે હાજર

દેશ માટે ગૌરવપૂર્ણ ક્ષણનો સમય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતમાં આગામી એક વર્ષ માટે G-20ની અધ્યક્ષતા મળી છે. જેની પ્રથમ ત્રણ દિવસ સુધી ઈન્સેપ્શન બેઠક આજે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં યોજાશે. આ બેઠક હેઠળ રાજ્યના મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં રાજ્યના જુદા જુદા સ્થળોએ કુલ 15 G-20ની બેઠકોની યજમાની કરવા માટે તૈયાર છે. આ બેઠક હેઠળ જ B-20 ઈન્સેપ્શન બેઠક યોજાશે.

B-20 ઈન્સેપ્શન બેઠક એટલે કે બિઝનેસ-20 બેઠક આજથી 24 જાન્યુઆરી સુધી પાટનગરમાં યોજાશે. આ બેઠકમાં કેન્દ્રિય મંત્રી, મુખ્યમંત્રી સહિતના નેતાઓ ઉપસ્થિત રહેશે. ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં આજથી શરુ થનાર B-20 ઈન્સેપ્શન બેઠકના ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રિય મંત્રી પીયૂષ ગોયલ, અશ્વિની વૈષ્ણવ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને G-20ના દેશના શેરપા અમિતાભ કાંત પણ ઉપસ્થિત રહેશે.

આ બેઠકોમાં આવતીકાલે એક વિશેષ સેશનનું પણ આયોજન કરવામાં આવ્યુ છે. ભારતને એક વર્ષ માટે G-20 ની અધ્યક્ષતા મળી છે. ગુજરાતમા અલગ અલગ સ્થળોએ G-20બેઠકો યોજાવાની છે અને તેના માટે તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. G-20 બેઠકમાં ટુરીઝમ મિનીસ્ટ્રીના અધિકારીઓ આ તૈયારીની સમીક્ષા કરશે.

આ પણ વાંચો : ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષથી વૈદિક ગણિત મામલે લેવાયો મોટો નિર્ણય

રાજ્યમાં ગાંધીનગર ખાતે 22થી 24 જાન્યુઆરી બિઝનેસ મિટિંગ યોજાશે. જે મિટિંગ ટાટા ગ્રુપના ચેરમેન રતન ટાટાના અધ્યક્ષપદે યોજાશે. 8થી 10 ફેબ્રુઆરીએ ધોરડો ખાતે ટુરિઝમ વર્કિંગની મિટિંગ યોજાશે. તથા 9થી 10 ફેબ્રુઆરી અમદાવાદ ખાતે અર્બન ઇન્સપ્સન મિટિંગ યોજાશે. સાથે જ 13થી 14 માર્ચ સુરત ખાતે બિઝનેસ મિટિંગ યોજાશે. તથા 27થી 29 માર્ચ ગાંધીનગર ખાતે એનવાયરમેંટ એન્ડ ક્લેમેન્ટ વર્કિંગ ગ્રુપ મિટિંગ યોજાશે.

Back to top button