આજથી જ શરૂ થયુ હતું ભારત-પાકિસ્તાનનું સૌથી ભીષણ યુદ્ધ, હજુ પણ તાજી છે યાદો

નવી દિલ્હી, 3 મે, 2025: ભારત અને પાકિસ્તાન વચ્ચે મેથી જુલાઇ 1999માં કારગિલ યુદ્ધ થયુ હતું. અહીં લડાઇ જમ્મુ અને કાશ્મીરના કારગિલ જિલ્લામાં થયુ હતુ, જ્યારે પાકિસ્તાની સેના અને પાકિસ્તાની સમર્થિત ઘૂસણખોરોએ ભારતના નિયંત્રિત ક્ષેત્રોમાં ઘૂસણખોરી કરી હતી. આ યુદ્દ ભારતીય સેના અને વાયુસેનાની સાહસિક કાર્યવાહી અને રણનૈતિક કૌશલ્યનું ઉદાહણ પણ બન્યુ હતું.
કારગિલ યુદ્ધ ત્યારે શરૂ થયું જ્યારે ભારતીય સેનાને માહિતી મળી કે કેટલાક ઘુસણખોરોએ કારગિલની ઊંચી ટેકરીઓ પર કબજો કરી લીધો છે. શરૂઆતમાં તે આતંકવાદી પ્રવૃત્તિ હોવાનું માનવામાં આવતું હતું, પરંતુ તપાસમાં જાણવા મળ્યું કે પાકિસ્તાની સેના, ખાસ કરીને તેની નોર્ધન લાઇટ ઇન્ફન્ટ્રી (NLI), તેમાં સામેલ હતી. ઘુસણખોરોએ ટાઇગર હિલ, ટોલોલિંગ અને અન્ય મહત્વપૂર્ણ શિખરો પર કબજો કરી લીધો હતો. આ શિખરો પરથી રાષ્ટ્રીય ધોરીમાર્ગ 1D (જે શ્રીનગરને લેહ સાથે જોડે છે) પર નિયંત્રણ મેળવી શક્યા હોત, જે ભારતની સુરક્ષા માટે મોટો ખતરો હતો.
જ્યારે ભારતમાં છૂપાઇને રીતે ઘૂસણખોરી કરવામાં આવી હતી
બરફવર્ષાનો લાભ લઈને પાકિસ્તાની સેનાએ કારગિલ યુદ્ધ શરૂ કર્યું હતું, ત્યારે ભારતીય ચોકીઓ ખાલી કરાવવામાં આવી હતી. પાકિસ્તાની સૈનિકોએ ગુપ્ત રીતે ઊંચા શિખરો પર કબજો કરી લીધો હતો.
પાકિસ્તાની સેનાની સંડોવણી:
પાકિસ્તાને શરૂઆતમાં દાવો કર્યો હતો કે ઘૂસણખોરો ‘કાશ્મીરી આતંકવાદીઓ’ હતા, પરંતુ પછીથી સ્પષ્ટ થયું કે તેઓ પાકિસ્તાની સેનાના ખાસ કરીને નોર્ધન લાઇટ ઇન્ફન્ટ્રીના સૈનિકો હતા.
ઓપરેશન વિજય

આ ઘૂસણખોરીને ખતમ કરવા માટે ભારતીય સેનાએ 26 મે 1999 ના રોજ “ઓપરેશન વિજય” શરૂ કર્યું. આ કાર્યવાહી લગભગ બે મહિના સુધી ચાલી અને ભારતે તેના કબજે કરેલા તમામ શિખરો પાછા કબજે કર્યા હતા.
ભારતીય વાયુસેનાનું ઓપરેશન સફેદ સાગર:
ભારતીય વાયુસેનાએ “ઓપરેશન સફેદ સાગર” નામનું એક મિશન શરૂ કર્યું જેમાં મિરાજ-2000 અને મિગ-29 જેવા વિમાનોનો ઉપયોગ કરીને દુશ્મનના લક્ષ્યોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
કેપ્ટન વિક્રમ બત્રાની બહાદુરી અને 527 સૈનિકોનું બલિદાન

કેપ્ટન વિક્રમ બત્રા (“યે દિલ માંગે મોરે” ના) એ ટાઇગર હિલ અને પોઇન્ટ 4875 જેવા વ્યૂહાત્મક શિખરોને ફરીથી કબજે કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમને મરણોત્તર પરમવીર ચક્ર એનાયત કરવામાં આવ્યો હતો.
527 ભારતીય સૈનિકો શહીદ થયા:
આ યુદ્ધમાં ભારતના 527થી વધુ બહાદુર સૈનિકો શહીદ થયા હતા અને 1300 થી વધુ ઘાયલ થયા હતા.
ભારતે સંયમ દાખવ્યો, મર્યાદા ઓળંગી નહીં
આ યુદ્ધમાં ભારતે આંતરરાષ્ટ્રીય સરહદોનું ઉલ્લંઘન કર્યું ન હતું અને ફક્ત ભારતીય ક્ષેત્રમાં રહીને દુશ્મનોને ભગાડ્યા હતા, જેના કારણે ભારતને વૈશ્વિક સમર્થન મળ્યું હતું.
મીડિયાની મોટી ભૂમિકા:
આ ભારતનું પહેલું યુદ્ધ હતું જેને રાષ્ટ્રીય ટેલિવિઝન ચેનલો દ્વારા વ્યાપકપણે આવરી લેવામાં આવ્યું હતું. આનાથી સામાન્ય લોકોમાં દેશભક્તિ અને સેના પ્રત્યે આદરની લહેર ફેલાઈ ગઈ હતી.
આ પણ વાંચોઃ પાકિસ્તાન પર આર્થિક ગાળીયો વધુ કડક કરશે ભારતઃ IMF પાસે ઋણની સમીક્ષાની માંગ












