ઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતમધ્ય ગુજરાત

વડોદરાના ગોત્રી વિસ્તારમાં ફ્લેટ પર ફાયરિંગ, પરિવાર સૂતો હતો ત્યારે તૂટી પડ્યા કાચ

Firing at a flat in Vadodara’s Gotri area: વડોદરા શહેરમાં વધુ એક ફાયરિંગની ઘટનાએ લોકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. શહેરના ગોત્રી વિસ્તારમાં મોડી રાત્રે એક ફ્લેટ પર અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

માહિતી અનુસાર, ગોત્રી વિસ્તારમાં પ્રિયા થિયેટર નજીક આવેલા અરૈના-48 એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 201ને નિશાન બનાવી ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ઘટના સમયે પરિવારના સભ્યો ઘરમાં સૂતા હતા. અચાનક ગોળીબારના ધડાકાભેર અવાજ આવતા પરિવારજનો ગભરાઈ ગયા હતા.

ગેલેરી વિસ્તારના કાચ તૂટી ગયા

ફાયરિંગ દરમિયાન ગેલેરી વિસ્તારના કાચ તૂટી ગયા હતા. ઘટનાસ્થળેથી પોલીસે ફાયર કરાયેલી ગોળી પણ કબજે લીધી છે. આ બનાવની જાણ થતા જ ગોત્રી પોલીસ, સ્થાનિક પોલીસ તેમજ LCBની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

કારણ અકબંધ

પોલીસે સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કરીને પુરાવા એકત્ર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં અજાણ્યા શખ્સો દ્વારા બહારથી ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. જોકે ફાયરિંગ પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

પોલીસ હાલ આસપાસના CCTV ફૂટેજ ચેક કરી રહી છે અને હુમલાખોરોની ઓળખ મેળવવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. શહેરમાં વધતી ફાયરિંગની ઘટનાઓને પગલે લોકોમાં ચિંતા ફેલાઈ છે.

આ પણ વાંચો : EPF પર વ્યાજદર 8.25ની જાહેરાત બાદ ક્યારે ખાતામાં આવશે, શું છે આ નવી વ્યવસ્થા

Back to top button