ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ગુજરાતમાં પાણીને બદલે આભમાંથી અગ્નિ વર્ષા, જાણો હવામાનની શું છે આગાહી

  • સુરેન્દ્રનગર 43.7 અને રાજકોટ 43.5 સે. સાથે સૌથી ગરમ
  • તાપમાન 45થી 47સે.એ પહોંચવાની શક્યતા છે
  • દિવ પણ દરિયાકાંઠા નજીકનું સ્થળ છતાં પારો 37 સે.ને પાર

એક તરફ દેશના પૂર્વોત્તર, પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં ગાજવીજ, તીવ્ર પવન સાથે માવઠાનો માહોલ છે અને અનેક રાજ્યોમાં હળવા-મધ્યમ વરસાદની આગાહી છે ત્યારે ગુજરાતમાં પાણીને બદલે આભમાંથી આગ વરસી રહી છે.

સુરેન્દ્રનગર 43.7 અને રાજકોટ 43.5 સે. સાથે સૌથી ગરમ

આજે તાપમાન વધુ ઉંચકાયું હતું અને સુરેન્દ્રનગર 43.7 અને રાજકોટ 43.5 સે. સાથે સૌથી ગરમ શહેરો રહ્યા હતા અમદાવાદ,ગાંધીનગર, ભૂજ, અમરેલીમાં પણ પારો 43 સે.એ પહોંચ્યો હતો. રાજ્યમાં વડોદરા, કંડલા એરપોર્ટ પર 42 સે. તાપમાન નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં જુનાગઢમાં પણ આજે પારો ઉંચકાઈને 41 સે.ને પાર થતા તીવ્ર તાપ અનુભવાયો હતો. સુરત, વડોદરા, ભાવનગર, કેશોદમાં પણ તાપમાન 41 સે.એ પહોંચ્યું હતું.

તાપમાન 45થી 47સે.એ પહોંચવાની શક્યતા છે

એકમાત્ર દ્વારકા અને વેરાવળ સોમનાથમાં સૌથી નીચું મહત્તમ 31-32 સે.તાપમાન નોંધાયું છે. દિવ પણ દરિયાકાંઠા નજીકનું સ્થળ છતાં પારો 37 સે.ને પાર રહ્યો હતો. રાજકોટ, અમદાવાદ, ભૂજ, સુરેન્દ્રનગર સહિત સ્થળોએ આગામી સપ્તાહમાં પારો 44સે.ને પાર રહેવા અનુમાન છે તો બીજી તરફ પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં નહીવત્ વધઘટ સાથે ગરમી જારી રહ્યા બાદ હાલના તાપમાનમાં 2થી 3 સે.નો વધારો થવાની એટલે કે તાપમાન 45થી 47સે.એ પહોંચવાની શક્યતા છે.

Back to top button