પ્રખ્યાત સિંગરનો અકસ્માત, કુરુક્ષેત્રમાં હાઈવે પર ડિવાઈડર સાથે ટકરાઈ કાર

નવી દિલ્હી, 5 ઓગસ્ટ 2025: પ્રખ્યાત પંજાબી ગાયક અને અભિનેતા હરભજન માન તાજેતરમાં એક મોટા અકસ્માતમાંથી બચી ગયા. હરભજન માન દિલ્હીમાં એક શો કર્યા પછી તેમના પુત્ર સાથે ચંદીગઢ જઈ રહ્યા હતા, ત્યારે રસ્તામાં તેમની કારને અકસ્માત થયો. ગાયકની કાર સોમવારે સવારે 5 વાગ્યાની આસપાસ દિલ્હી-ચંદીગઢ રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH-44 પર ડિવાઈડર સાથે અથડાઈ હતી, જેના કારણે કાર પલટી ગઈ અને ચકનાચૂર થઈ ગઈ. પરંતુ, રાહતની વાત એ છે કે હરભજન માન અને તેમનો પુત્ર આ અકસ્માતમાં બચી ગયા. હરભજનનો પુત્ર, બોડીગાર્ડ અને ડ્રાઈવર કારમાં હાજર હતા અને બધા સુરક્ષિત છે.
દિલ્હીથી ચંદીગઢ જતી વખતે આ અકસ્માત થયો
સિંગર તેમના પુત્ર અવકાશ માન સાથે દિલ્હીથી ચંદીગઢ જઈ રહ્યા હતા. જ્યારે તેમની કાર સવારે 5 વાગ્યાની આસપાસ હાઇવે પર પહોંચી ત્યારે તેમની કારની સામે એક ગાય આવી ગઈ, જેને બચાવવા માટે ડ્રાઇવરે અચાનક કાર ફેરવી અને તે ડિવાઈડર સાથે અથડાઈ અને પલટી ગઈ. અકસ્માત એટલો ભયંકર હતો કે આખી કાર ચકનાચૂર થઈ ગઈ. પરંતુ, હરભજન માન અને તેમનો પુત્ર આ અકસ્માતમાં બચી ગયા, તેમને થોડી નાની ઈજાઓ થઈ છે.
હરભજન માન અને તેનો પુત્ર અવકાશ સુરક્ષિત છે
ઘટના દરમિયાન, નજીકમાં હાજર લોકોએ તરત જ ગાયક અને તેની સાથે હાજર અન્ય લોકોને કારમાંથી બહાર કાઢ્યા અને તેમને બીજી કારમાં મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હરભજન માન અને તેનો પુત્ર આ અકસ્માતમાં બચી ગયા હોવા છતાં, આ ઘટનાએ હરભજન માનના ચાહકોને ચિંતામાં મૂકી દીધા છે. સિંગરના ચાહકો તેમની પોસ્ટ પર ટિપ્પણીઓ દ્વારા તેમના સ્વાસ્થ્ય વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, અત્યાર સુધી સિંગર કે તેમની ટીમ તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
અભિનયની સાથે સાથે સિંગીગમાં પણ સફળ
હરભજન માનએ પોતાની કારકિર્દીમાં ઘણા હિટ ગીતો આપ્યા છે અને તે ભારત તેમજ વિદેશમાં પણ ખૂબ પ્રખ્યાત છે. તે ઘણીવાર દેશ-વિદેશમાં શો કરે છે. પંજાબના ભટિંડામાં જન્મેલા હરભજન માન 2002 માં પંજાબી ફિલ્મ ‘જી આયા નુ’ દ્વારા ફિલ્મ જગતમાં પ્રવેશ્યા હતા અને ત્યારબાદ તેમણે ‘આસાન નુ મન વતન દા’, ‘મિટ્ટી વાજન માર્દી’, ‘મેરા પિંડ માય હોમ’ અને ‘હીર રાંઝા’ જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.
આ પણ વાંચો : દીકરીના લગ્ન કરવા મા ચોર બની, માતાજીના મંદિરમાંથી બધા દાગીના ચોરી લીધા












