60 વર્ષે FB પર મળ્યો પ્રેમ અને કર્યા લગ્ન, લગાન ફેમ સુહાસિની મુલેની અદ્ભૂત લવસ્ટોરી

Entertainment News: 60 વર્ષની ઉંમર સામાન્ય રીતે જવાબદારીઓથી મુક્ત થઈને રિલેક્સ થવાનો તબક્કો માનવામાં આવે છે, પરંતુ જો આવા સમયે કોઈ નવેસરથી લાઈફ શરૂ કરવાનું વિચારે તો? કુછ તો લોગ કહેંગે લોગો કા કામ હે કહેના, એ વાતને યાદ રાખીને જિંદગી જીવવાનું જાણતા લોકો જ આવા નિર્ણયો લઈ શકે છે. આમિર ખાન 61 વર્ષની ઉંમરે ત્રીજી વખત લગ્ન કરવા જઈ રહ્યો છે જ્યારે સલમાન ખાન 60 વર્ષની ઉંમરે મોસ્ટ એલિજિબલ બેચલર છે. ઉંમરના આ જ પડાવે આમિર ખાનની ઓનસ્ક્રીન માતા અભિનેત્રી સુહાસિની મુલેએ પણ લગ્ન કર્યા હતા.
75 દિવસની અંદર લગ્નનો નિર્ણય લીધો
સુહાસિની મુલે ફરી એકવાર તેના લગ્નને લઈને ચર્ચામાં છે. ચર્ચા એ વાતની છે કે તે 15 વર્ષ પહેલા 60 વર્ષની ઉંમરે દુલ્હન બની હતી. તેનાથી પણ વધુ ચર્ચા એ છે કે તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર તેનો પ્રેમ મળ્યો હતો. સુહાસિની એક સહ-કલાકારના સૂચન પર ફેસબુકમાં જોડાઈ હતી. તે કામની શોધમાં ત્યાં આવી હતી, પરંતુ ભાગ્યમાં કંઈક બીજું લખાયું હતું. કામ શોધતા શોધતા તેને પ્રેમ મળી ગયો. માત્ર 75 દિવસની અંદર બંનેએ લગ્ન કરવાનું નક્કી કરી લીધું.
ફેસબુકના દેખાયું સજેશન અને શરૂ થઈ વાતચીત
સુહાસિની અને તેના પતિ અતુલ ફેસબુક પર ખૂબ જ રમુજી રીતે મળ્યા હતા. એક દિવસ ફેસબુક પર સ્ક્રોલ કરતી વખતે, તેણીએ પીપલ યુ મે નો વિભાગમાં અતુલ ગુર્ટુનું પ્રોફાઇલ સજેશન દેખાયું. સુહાસિનીના જણાવ્યા મુજબ, મેં અતુલની પ્રોફાઇલ જોઈ અને વિચાર્યું, શું ભૌતિકશાસ્ત્રીઓ પણ ફેસબુક પર છે? તે સમયે તે સ્વિટ્ઝર્લૅન્ડમાં એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો હતો. મને હંમેશા વિજ્ઞાનમાં રસ રહ્યો છે, તેથી મેં તેને ઉત્સાહથી એક મેસેજ મોકલ્યો અને પ્રોજેક્ટ વિશે પૂછ્યું. ત્યાંથી વાતચીત શરૂ થઈ. ધીમે ધીમે અમે ઇમેઇલ્સ અને સંદેશાઓની આપ-લે કરી અને અમે એકબીજાને સમજવા લાગ્યા.
અતુલે સંકેતો આપ્યા અને સુહાસિની હસી પડી
સુહાસિનીએ યાદ કર્યું કે એક દિવસ વાતચીત દરમિયાન અતુલે તેને દિલની વાત કરી હતી. તેણે કહ્યું કે તે જીવનસાથી શોધી રહ્યો છે. તેણે ક્યારેય સીધો પ્રસ્તાવ મૂક્યો નહીં, પરંતુ તેણે ચોક્કસપણે તેનો સંકેત આપ્યો. જ્યારે મને ખબર પડી કે તે કોઈને શોધી રહ્યો છે, ત્યારે મને મનમાં હસવું આવ્યું. મેં વિચાર્યું, જો મને 60 વર્ષમાં યોગ્ય વ્યક્તિ મળી નથી, તો હવે કેવી રીતે મળશે?
મિત્રએ કહ્યું દરવાજો ખુલતા પહેલા જ બંધ ન કરો
સુહાસિનીએ કહ્યું કે એક મિત્રએ તેને સૂચન કર્યું કે આ ઉંમરે તેની પાસે વિકલ્પો મર્યાદિત છે. દરવાજો ખુલતા પહેલા જ બંધ ન કરો. વાતચીત ચાલુ રાખો, જો તમને તે પસંદ ન હોય, તો તમારા માટે પાછળ ખસવાનો માર્ગ ખુલ્લો છે. જોકે સુહાસિની હજુ પણ સાવચેત હતી. જ્યારે અતુલે તેનો નંબર માંગ્યો, ત્યારે તેણે સ્પષ્ટપણે કહ્યું, સારી છોકરીઓ અજાણ્યાઓને પોતાનો નંબર આપતી નથી. ઇન્ટરનેટની દુનિયામાં વ્યક્તિ સાચી છે કે ખોટી તે જોવું પણ જરૂરી છે.
સુહાસિનીએ અતુલની સંપૂર્ણ તપાસ કરી અને ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફંડામેન્ટલ રિસર્ચ (TIFR) વેબસાઇટ પરના તેના સત્તાવાર ફોટાને ફેસબુક ફોટો સાથે મેચ કર્યા. બધું સાચું લાગ્યા પછી એક તે આગળ વધી. ડૉ. અતુલ ગુર્તુ સુહાસિનીને મળ્યા. નવેમ્બરના અંતમાં બંને પહેલીવાર આમને-સામને મળ્યા અને ખૂબ લાંબી વાતચીત થઈ. બંનેને એકબીજાની કંપની એટલી ગમી ગઈ કે તેમણે મોડું ન કરવાનું નક્કી કર્યું. 16 જાન્યુઆરી, 2011ના રોજ બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા. પહેલી મુલાકાતના 75 દિવસની અંદર જ બંને જીવનસાથી બની ગયા.
સુહાસિનીએ જણાવ્યું કે તેની માતા અતુલને મળીને ખૂબ ખુશ થઈ હતી અને કહ્યું તે એક સમજદાર માણસ પસંદ કર્યો છે. સુહાસિની હવે 75 વર્ષની છે. અતુલ અને તેના લગ્નને 15 વર્ષ થઈ ગયા છે અને તેઓ એકબીજા સાથે ખુબ ખુશ છે.












