ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાત

સાવધાન: ગુજરાતમાંથી મોટા પાયે ડુપ્લીકેટ ખાદ્યતેલ ઝડપાયું , 30 લાખનો માલ જપ્ત કર્યો

સુરત, 24 મે 2025: સુરતમાં આરોગ્ય વિભાગે 27381 લિટર શંકાસ્પદ તેલ ઝડપી પાડ્યું છે, ઉમરા હજીરા રોડના ગોડાઉનમાં આરોગ્ય વિભાગે રેડ પાડીને આ તેલનો જથ્થો ઝડપી પાડયો છે, જેમાં આરોગ્ય વિભાગે રૂ.30.42 લાખનો સ્ટોક સિઝ કર્યો છે, તેલના નમૂના લઇ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. તો સોયાબીન અને સનફલાવરના નામે આ તેલનું વેચાણ થતુ હોવાની વાત સામે આવી છે. તો આરોગ્ય વિભાગ હવે તેલના રીપોર્ટની રાહ જોઈ રહી છે અને ત્યારબાદ વધુ કાર્યવાહી કરશે.

સુરતમાં સોયાબીન અને સનફ્લાવરના નામે વેચાણ થતું 27,381 લિટર શંકાસ્પદ તેલ જપ્ત કરવામાં આવ્યું છે, આરોગ્ય વિભાગે કુલ 30,42 લાખ રૂપિયાનો સ્ટોક સીઝ કર્યો છે, આરોગ્ય વિભાગને બાતમી મળી હતી કે તેલ શંકાસ્પદ છે અને જયારે જગ્યા પર જોઈને તપાસ કરી તો સામે આવ્યું કે તેલનો જથ્થો એટલી માત્રામાં હતો કે લાગ્યું કે આ તેલમાં ભેળસેળ થઈ રહી છે, ઉમરા હજીરા રોડના ગોડાઉનમાં પાલિકા દ્વારા રેડ કરવામાં આવી છે.

સુરત શહેરના હજીરા રોડ વિસ્તારમાં આરોગ્ય વિભાગ અને પોલીસ દ્વારા સંયુક્ત રીતે મોટા પાયે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સુરત મહાનગરપાલિકા દ્વારા અમલમાં મુકાયેલા આરોગ્ય અને ખાદ્ય સુરક્ષા નિરીક્ષણ અભિયાન અંતર્ગત દ્વાર્કેશ ઇન્ડસ્ટ્રીઝ એસ્ટેટ-2, પ્લોટ નંબર 26, હજીરા ખાતે આવેલા શિવભૂમી એન્ટરપ્રાઇઝના ગોદામ પર દરોડો પાડવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ગીર સોમનાથ: વેરાવળમાં વાવાઝોડું ત્રાટક્યું, બે દીકરીઓના લગ્નના માંડવા હવામાં ઉડ્યા

Back to top button