ટ્રેન્ડિંગવર્લ્ડ

ઈરાનના સુપ્રીમ લીડર ખામેનેઈની હત્યાની પ્લાનિંગ કરી રહ્યું હતું ઈઝરાયલ! ટ્રમ્પે લગાવ્યો વીટો

અમેરિકાઃ 15 જૂન, 2025: Donald Trump use VETO Against Israel: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનેઈની હત્યા કરવાની ઈઝરાયલની યોજનાને વીટો કરી દીધી. મળતી માહિતી મુજબ, એક વરિષ્ઠ અમેરિકન અધિકારીએ કહ્યું, ‘શું ઈરાનીઓએ અત્યાર સુધી કોઈ અમેરિકનની હત્યા કરી છે? ના. જ્યાં સુધી એવું ન થાય ત્યાં સુધી, અમે ઈરાનના રાજકીય નેતૃત્વને નિશાન બનાવવાની વાત નહીં કરીએ.”

આ સમાચાર વિશે જ્યારે ઈઝરાયલના પ્રમુખ બેન્જામિન નેતન્યાહૂને પૂછવામાં આવ્યું તો તેમણે આ મુદ્દે ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો અને કહ્યું કે, હું આ વિશે કંઈ નહીં કહુ. જોકે, એક ઈન્ટરવ્યુમાં નેતન્યાહૂએ સંકેત આપ્યો કે, ઈરાનમાં સત્તા પરિવર્તન સંભવ છે. જોકે, આ હુમલા પહેલાં ટ્રમ્પને સૂચના અપાઈ હતી.

ટ્રમ્પની ચેતવણી

ટ્રમ્પે એકબાજુ ઈરાનને ચેતવણી આપી, વળી બીજીબાજુ રાજદ્વારી દરવાજો પણ ખુલ્લો રાખઅયો. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રૂથ પર લખ્યું કે, જો અમારા પર કોઈપણ પ્રકારનો હુમલો કરવામાં આવે છે, તો અમેરિકન સેનાની સંપૂર્ણ તાકત અને શક્તિ ઈરાન પર એવી રીતે વરસશે જેવું પહેલાં ક્યારેય જોવા નહીં મળ્યું હોય. તેમ છતાં, ટ્રમ્પે આશા વ્યક્ત કરી હતી કે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે શાંતિ કરાર શક્ય છે. તેમણે કહ્યું કે આપણે સરળતાથી એક કરાર પર પહોંચી શકીએ છીએ અને આ લોહિયાળ સંઘર્ષનો અંત લાવી શકીએ છીએ.

આ પણ વાંચોઃ ગૌતમ ગંભીરની ગેરહાજરીમાં આ ખેલાડી ઉપર હશે ગિલ એન્ડ કંપનીની પ્રેક્ટિસની જવાબદારી

આ પણ વાંચોઃ જીભ પર મધમાખીના કરડવાથી કેવી રીતે આવી શકે કાર્ડિયક અરેસ્ટ? જાણો સંજય કપૂરની મોત પર ડૉક્ટરે શું કહ્યું

Back to top button