ટ્રેન્ડિંગમનોરંજન

ધુરંધરની ધમાલઃ 1000 કરોડની ક્લબમાં મારી એન્ટ્રી, રણવીર સિંહના કરિયરની સૌથી મોટી હિટ

  • 5 ડિસેમ્બરના રોજ રિલીઝ થયેલી ધુરંધરએ રિલીઝના ત્રીજા અઠવાડિયામાં પણ પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે અને હવે ₹1000 કરોડ ક્લબમાં જોડાઈ ગઈ છે

HD ન્યુઝ ડેસ્કઃ રણવીર સિંહ અભિનીત ફિલ્મ Dhurandhar એ બોક્સ ઓફિસ પર ઈતિહાસ રચ્યો છે. આદિત્ય ધર દ્વારા દિગ્દર્શિત આ સ્પાય થ્રિલર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની છે. 5 ડિસેમ્બરના રોજ રિલીઝ થયેલી ધુરંધરએ રિલીઝના ત્રીજા અઠવાડિયામાં પણ પોતાની મજબૂત પકડ જાળવી રાખી છે અને હવે ₹1000 કરોડ ક્લબમાં જોડાઈ ગઈ છે.

ત્રીજા અઠવાડિયામાં પણ જાદુ ન તુટ્યો

ધુરંધરએ તેના પહેલા અઠવાડિયામાં ₹218 કરોડની જંગી કમાણી કરી હતી, જ્યારે બીજા અઠવાડિયામાં ₹261.5 કરોડની કમાણી કરી હતી. ત્રીજા અઠવાડિયામાં થોડી ધીમી રફ્તાર હોવા છતાં ફિલ્મે 15 થી 20 દિવસ વચ્ચે ₹160.70 કરોડની કમાણી કરી હતી. ક્રિસમસથી ફિલ્મને ઘણો ફાયદો થયો હતો, ફક્ત તે દિવસે જ ₹28.60 કરોડની કમાણી કરી હતી. આ સાથે ધુરંધર રણવીર સિંહના કરિયરની સૌથી મોટી હિટ ફિલ્મ બની ગઈ છે.

દરમિયાન કાર્તિક આર્યન અને અનન્યા પાંડેની ફિલ્મ તુ મેરી મેં તેરા મેં તેરા તુ મેરી (TMMTMTM) બોક્સ ઓફિસ પર આ શક્તિશાળી ફિલ્મ સામે પોતાનું સ્થાન જાળવી રાખવામાં નિષ્ફળ ગઈ છે. અહેવાલો અનુસાર ફિલ્મે ભારતમાં તેના શરૂઆતના દિવસોમાં આશરે ₹7.25 કરોડની કમાણી કરી હતી.

ભારત અને વિદેશમાં રેકોર્ડ કમાણી

ફિલ્મના નિર્માતા જિયો સ્ટુડિયોના જણાવ્યા અનુસાર ધુરંધરે 21 દિવસમાં ભારતમાં ₹668.80 કરોડની કમાણી કરી છે. ભારતમાં તેનું કુલ કલેક્શન ₹789.18 કરોડ સુધી પહોંચી ગયું છે, જ્યારે ફિલ્મે વિદેશી બજારોમાંથી ₹217.50 કરોડની કમાણી કરી છે. આનાથી ધુરંધરનું વિશ્વવ્યાપી કલેક્શન 21 દિવસમાં ₹1006.7 કરોડ થઈ ગયું છે. ધુરંધરે ‘એનિમલ’ અને ‘સ્ત્રી 2’ જેવી ફિલ્મોને પાછળ છોડી દીધી છે અને હવે તે ‘બાહુબલી 2’, ‘KGF 2’, ‘RRR’, ‘જવાન’ અને ‘પઠાણ’ જેવી મેગા બ્લોકબસ્ટર ફિલ્મોની લીગમાં જોડાઈ ગયો છે.

આ પણ વાંચોઃ બાંગ્લાદેશમાં હિન્દુ યુવકની હત્યા પર જ્હાન્વી કપૂર રોષે ભરાઈ: આ ઘટનાને ગણાવ્યો ‘નરસંહાર’, સોશિયલ મીડિયા પર પોસ્ટ વાઇરલ

Back to top button