ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ધંધુકામાં યુવાનની હત્યા બાદ આરોપીઓના ઘર અને સંપત્તિ પર બુલડોઝર ફર્યા, સરઘસ કાઢ્યા

ધંધુકા. 21 એપ્રિલ 2026: ધંધુકામાં વિધર્મી દ્વારા કરાયેલી હત્યા કેસમાં બુલડોઝર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે આરોપીઓના ગેરકાયદે કબજા પર બુલડોઝર ફરી વળ્યું છે.હત્યા કેસમાં પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. બે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે.આરોપીઓના ઘરના વીજ જોડાણ પણ કાપી નાંખવામાં આવ્યા છે. 14 દુકાનોના શેડ તોડવાની કામગીરી પણ કરવામાં આવી છે. ખાટકીવાડામાં 5 મકાનોનું દબાણ દૂર કરવા કાર્યવાહી કરાઈ છે.

ધર્મેશ ગમારા હત્યા કેસમાં કાર્યવાહી શરૂ કરાઈ

ધંધુકામાં થયેલા ધર્મેશ ગમારા હત્યા કેસમાં મહત્વપૂર્ણ પ્રગતિ નોંધાઈ છે. કેસના બંને આરોપીઓને ગઈકાલે ધંધુકા કોર્ટમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રજૂ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા કોર્ટ સમક્ષ 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, જોકે કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.આ સમયગાળામાં પોલીસ દ્વારા વધુ પૂછપરછ કરી ઘટનાની સંપૂર્ણ વિગતો બહાર લાવવા પ્રયાસ કરવામાં આવશે.

ધર્મેશ ગમારાની નિર્મમ હત્યા કરવામાં આવી

અહીં ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા ધર્મેશ ગમારાની નિર્મમ હત્યા કરવામાં આવી હતી, જેના કારણે વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો હતો. કોર્ટમાં રજૂ કર્યા બાદ બંને આરોપીઓનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી રહી છે અને આગળની કાર્યવાહી કોર્ટના આદેશ મુજબ કરવામાં આવશે.

આ પણ વાંચો: VIDEO: ગુરુદ્વારામાં તલવારો ઉડી, હિંસક અથડામણમાં 11થી વધુ લોકો ઘાયલ

Back to top button