ભારત પાકિસ્તાનના તણાવ વચ્ચે સુનીલ મિત્તલની ચીની કંપનીમાં કરોડોના રોકાણની યોજના

નવી દિલ્હી, 10 મે 2025: હાલમાં ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ છે, તેમજ અંદરખાને ચીન પાકિસ્તાનને મદદ કરી રહ્યું હોવાના અહેવાલની વચ્ચે ટેલિકોમ કંપની ભારતી એરટેલના સ્થાપક સુનીલ મિત્તલ એક મોટો સોદો પાર પાડવાની તૈયારીમા છે. તેઓ ચીમમની હાયર સ્માર્ટ હોમ કંપનીના ભારતીય એકમમાં 49 ટકા હિસ્સેદારી ખરીદવાની તૈયારી કરી રહ્યા છે.
આટલા કરોડમાં થશે સોદો
આ બાબતથી પરિચિત સુત્રોના અનુસાર આ સોદો 2 અબજ ડોલર (આશરે રૂ. 17,000 કરોડ)માં થનાર છે. મીડિયા રિપોર્ટના અનુસાર આ સોદા માટે મિત્તલે પ્રાયવેટ ઇક્વિટી કંપની વોરબર્ગ પિંકસ સાથે ભાગીદારી કરી છે અને થોડા સપ્તાહોમાં આ સોદાને અંતિમ સ્વરૂપ અપાશે તેમ મનાય છે. રિપોર્ટમાં એવી પણ જાણકારી આપવામાં આવી છે કે જેમ જેમ વાતચીત આગળ વધશે તેમ કદાય હાયર પોતાનો હિસ્સો વેચવા માટે ઇનકાર પણ કરી શકે છે અથવા તો અન્ય ખરીદદાર પણ આગળ આવી શકે છે.
આ કંપનીઓ પણ હિસ્સો ખરીદવાની રેસમાં સામેલ
ગયા મહિને, એક અખબારમાં પ્રકાશિત અહેવાલ અનુસાર મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) પણ હિસ્સો ખરીદવાની રેસમાં એક મુખ્ય દાવેદાર હોવાનું મનાય છે. દરમિયાન, વૈશ્વિક ખાનગી ઇક્વિટી ફર્મ TPG કેપિટલ અને સિંગાપોરના સોવરિન વેલ્થ ફંડ GIC પણ હાયર સ્માર્ટ હોમ કંપનીના ભારતીય યુનિટમાં હિસ્સો ખરીદવા માટે અનુક્રમે ડાબરના બર્મન પરિવાર અને ગોએન્કા પરિવાર સાથે સ્પર્ધામાં છે.
આ છે હાયરની આવક
ભારતમાં રેફ્રિજરેટર, એર-કન્ડિશનર, વોશિંગ મશીન અને ટેલિવિઝન વેચતી કંપની હાયરે વર્ષ 2024માં 36 ટકાના વધારા સાથે લગભગ રૂ. 8,900 કરોડની આવક હાંસલ કરી હતી. એક અહેવાલ મુજબ, એલજી અને સેમસંગ પછી હોમ એપ્લાયન્સિસ માર્કેટમાં હાયર ત્રીજા ક્રમે છે. આ ઉપરાંત, હાયર એપ્લાયન્સિસ ઇન્ડિયાના પ્રમુખ એનએસ સતીશે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે કંપનીની આવક 2025માં રૂ. 11,500 કરોડને પાર થવાની ધારણા છે.
આ પણ વાંચોઃ સરકારી બેન્કોનો નફો રૂ. 1,79 લાખ કરોડની નવી ટોચે












