ટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

દલાઈ લામાએ જેફરી એપસ્ટીનના સંબંધની ખબરો પર તોડી ચુપ્પી, જાણો શું કહ્યું

નવી દિલ્હીઃ 8 ફેબ્રુઆરી, 2026: તિબેટીયન આધ્યાત્મિક નેતા દલાઈ લામાએ અમેરિકન જાતીય અપરાધી અને તસ્કર જેફરી એપસ્ટિન સાથે સંબંધ હોવાની અફવાઓ પર મૌન તોડ્યું છે. દલાઈ લામાના કાર્યાલયે એપસ્ટિન સાથે સંબંધિત ફાઈલોમાં તેમનું નામ હોવાના અહેવાલો પર સત્તાવાર સ્પષ્ટતા જારી કરી છે.

“પરમ પાવન ક્યારેય જેફરી એપસ્ટિનને મળ્યા નથી”

હિમાચલ પ્રદેશના ધર્મશાલા સ્થિત દલાઈ લામા ઓફિસ દ્વારા જારી કરાયેલ પ્રેસ રિલીઝમાં જણાવાયું છે કે, પરમ પાવન 14મા દલાઈ લામા ક્યારેય જેફરી એપસ્ટિનને મળ્યા નથી. તેમણે પોતાની તરફથી કોઈ વ્યક્તિને પણ એપસ્ટિન સાથે વાતચીત કરવા કે મળવાની મંજૂરી આપી નથી. સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દલાઈ લામાને એપસ્ટિન સાથે જોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે, જેમાં કોઈ સત્ય નથી.

શું છે વિવાદ?

કેટલાક મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે, દલાઈ લામાનું નામ એપસ્ટિન ફાઈલોમાં ‘169’ વખત નોંધાયેલું છે. જોકે, વાસ્તવમાં એવી કોઈ અધિકૃત ફાઈલ સામે આવી નથી જેમાં દલાઈ લામાનું નામ હોય. તિબેટીયન કાર્યકર્તાઓએ પણ ભારપૂર્વક જણાવ્યું છે કે કોઈ પણ પુરાવા વિના માત્ર ઉલ્લેખ હોવો એ ગુનો સાબિત કરતું નથી.

જેફરી એપસ્ટિનની ફાઈલોમાં શું છે?

અમેરિકન ન્યાય વિભાગે જેફરી એપસ્ટિનની તપાસ સાથે જોડાયેલા 30 લાખથી વધુ પૃષ્ઠોના રેકોર્ડ્સ, 2,000 વીડિયો અને 1,80,000 તસવીરો જાહેર કરી છે. આ યાદી સામે આવ્યા બાદ બ્રિટનના ભૂતપૂર્વ પ્રિન્સ એન્ડ્રુ અને ભારતીય ફિલ્મ નિર્માતા મીરા નાયર સહિત અનેક જાણીતી હસ્તીઓના નામ ચર્ચામાં આવ્યા છે.

કોણ હતો જેફરી એપસ્ટિન?

જેફરી એપસ્ટિન અમેરિકાનો એક વિવાદાસ્પદ ફાઇનાન્સર હતો. વર્ષ 2019માં ન્યૂયોર્કની જેલમાં તેનું મૃત્યુ થયું હતું. તે સમયે તે સગીર કન્યાઓની જાતીય તસ્કરી (Sex-trafficking)ના ગંભીર આરોપો હેઠળ જેલમાં હતો. સત્તાવાર રીતે તેના મૃત્યુને આત્મહત્યા જાહેર કરવામાં આવી હતી.

 

Back to top button