અમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનઃ શું પક્ષ સચિન પાયલટ અને શશિ થરુરની આ વાત સાંભળશે?

અમદાવાદ, 9 એપ્રિલ 2025: Congress session in Ahmedabad કોંગ્રેસ મહાસચિવ અને રાજસ્થાનના પૂર્વ ઉપમુખ્યમંત્રી સચિન પાયલટે કહ્યું કે, ભાજપ શાસનમાં વિપક્ષનો અવાજ દબાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કાર્યસમિતિની બેઠકમાં પાર્ટીની વિચારધારાને વ્યાપક બનાવવાની સાથે ભાજપ તથા સંગઠનને સડકથી લઈને સંસદ સુધી પડકાર આપવા માટે રણનીતિ પર ચર્ચા થઈ છે. બીજી તરફ, પક્ષના વરિષ્ઠ નેતા શશી થરૂરે ગુજરાતમાં પક્ષને મજબૂત કરવા કેટલાંક સૂચન કર્યા છે. Sachin Pilot and Shashi Tharoor
લોકસભામાં વિપક્ષના ઉપનેતા ગૌરવ ગોગોઈએ કહ્યું કે, રાહુલ ગાંધીએ જે વિચાર આપ્યો છે, પાર્ટી કાર્યકર્તા તેનું ગંભીરતાથી પાલન કરશે. કોંગ્રેસ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોની સુરક્ષાને લઈને પણ ચિંતિત છે.
અમદાવાદમાં થઈ રહી છે કોંગ્રેસ કાર્યસમિતિની બેઠક
અમદાવાદના શાહીબાગમાં આવેલા સરદાર પટેલ સ્મારક પર આયોજીત કાર્યસમિતિની બેઠક દરમ્યાન સચિન પાયલટે કહ્યું કે, પાર્ટીના ન્યાયપથ નામના પ્રસ્તાવ પર કાર્યસમિતિના સભ્યો ચર્ચા કરી રહ્યા છે કે કોંગ્રેસ આવનારા પડકારો, વિપક્ષનો અવાજ અવાજ દબાવવાનો સરકારનો પ્રયાસ તથા જનતંત્ર પર પ્રેશરને લઈને કઈ રણનીતિ પર કામ કરશે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે મહાત્મા ગાંધી તથા સરદાર પટેલની ભૂમિથી કોંગ્રેસ રાજકીય સંઘર્ષો માટે નવી રણનીતિ અને ઊર્જા લઈને નીકળશે. કોંગ્રેસ વર્ષ 2025ને સંગઠન પર્વ તરીકે મનાવતા રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગે તથા લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીની આગેવાનીમાં બૂથ, પ્રદેશ તથા રાષ્ટ્રીય સ્તર પર પાર્ટીને મજબૂત કરશે. પાર્ટીના જિલ્લાઅધ્યક્ષો સાથે સંવાદમાં રાહુલે જિલ્લાધ્યક્ષોને તાકાત આપવાની વાત કહી હતી. હવે તેને કેવી રીતે લાગૂ કરવી, પાર્ટીના નેતા તેના પર વિચાર કરશે. આ બેઠક પાર્ટીનો નવો અધ્યાય લખશે.
સચિન પાયલટે ભાજપ પર ટાર્ગેટ કર્યો
સચિન પાયલટે કહ્યું કે, ભાજપ સંવૈધાનિક સંસ્થાઓને નીતિગત રીતે ખોખલું કરી રહ્યા છે. તેના વિરુદ્ધ આખા દેશમાં જનચેતના જગાડવાની જરુર છે. કોંગ્રેસ કાર્યકર્તા જનતાની વચ્ચે જઈને વિશ્વાસ પ્રાપ્ત કરશે. આ બેઠકમાં પાર્ટીના નેતા દેશની હાલની સ્થિતિમાં કોંગ્રેસ શું ભૂમિકા નિભાવસે, તેના પર મંથન કરી રહી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસ જાતિ આધારિત વસ્તીગણતરી કરવાના પક્ષમાં છે તથા રાહુલ ગાંધી તેના માટે કટિબદ્ધ છે કે કેવી રીતે ગરીબ, પછાત, દલિત અને આદિવાસીને ન્યાય અપાવી શકાય. ઉદયપુર અધિવેશનમાં જે ઘોષણા થઈ હતી, તેને લાગૂ કરવામાં આવશે. કોંગ્રેસ હારી જરુર છે, પણ પાર્ટીના મૂળ મજબત છે. સચિને કહ્યું કે, ગત ચૂંટણીમાં કોંગ્રેસની હાર થઈ, પણ રાજ્યમાં પાર્ટીના મૂળ ઊંડા છે. પાર્ટી કાર્યકર્તા જનતાની વચ્ચે જઈને સંપર્ક રશે અને તેનો વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરશે.
બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થશે
આ બેઠકમાં નવા સામાજિક તથા સાંસ્કૃતિક વિચારની આશા છે. ગઠબંધનના સાથી દળ સાથે ભવિષ્યમાં ચૂંટણીમાં ગઠબંધનને લઈને રાજ્યવાર ત્યાંના નેતા વિચાર વિમર્શ કરી નિર્ણય કરશે. તેમણે કહ્યું કે, ગુજરાતમાં વર્ષ 2027માં ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ રાજ્યમાં અન્યાયપૂર્ણ વિકાસ વિરુદ્ધ એક રણનીતિ બનાવીને લડશે.
શશિ થરુરને પણ બોલવાનો મોકો મળ્યો, પાર્ટી સામે રજૂ કર્યા પોતાના વિચારો
અમદાવાદમાં ચાલી રહેલા અધિવેશનમાં રાહુલ ગાંધીએ મંગળવારે સંબોધન કરતા ઓબીસી સમુદાયમાં પકડ બનાવી રાખવા પર ભાર મુક્યો હતો. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કહ્યું કે, આપણે બ્રાહ્મણ, દલિત, મુસ્લિમમાં અટવાયેલા રહ્યા અને ઓબીસી સમુદાય આપણાથી દૂર થઈ ગયો. આપણે તેમને જોડવા માટે પ્રયાસ કરવા જોઈએ. સાથે જ તેણે 1993માં મંડલ કમિશનની ભલામણો લાગૂ કરવા અને 2006માં શૈક્ષણિક સંસ્થામાં પણ ઓબીસી અનામત આપવા પર ઉલ્લેખ કર્યો.
જો કે રાહુલ ગાંધીની આ સલાહ વચ્ચે શશિ થરુરને પણ અધિવેશનમાં બોલવાનો મોકો મળ્યો. તેમને લઈને થોડા સમયથી એવી અટકળો વહેતી થઈ છે કે તેઓ ભાજપની નજીક છે. આ દરમ્યાન તેમણે કોંગ્રેસ અધિવેશન પાર્ટીને સલાહ આપી છે કે એ લોકોને પાછા જોડવા પર કામ કરવું પડશે, જે છેલ્લી ત્રણ લોકસભા ચૂંટણીમાં પાર્ટીથી દૂર રહ્યા છે. તેમણે્ કહ્યું કે, કોંગ્રેસે એવા મતદારોને સાથે લાવવા પડશે, જેના કારણે પાર્ટી સત્તામાં આવતી હતી. શશિ થરુરે કહ્યું કે, જો આ લોકોને પાછા લાવવામાં આવ્યા તો પછી પાર્ટી તે 19-20 ટકાવાળા આંકડાથી ઉપર આવશે, જેમાં અત્યાર સુધી ગૂંચવાયેલા રહ્યા. તેમણે કહ્યું કે, આપણી પાસે એક રીત આગળ વધવાની છે, જેમાં આપણે 2014 બાદ સંઘષ કરી રહ્યા છીએ.
કોંગ્રેસ સાંસદ થરુરે વધુમાં કહ્યું કે, પાર્ટીએ જનતા સામે પોઝિટિવ વિઝન રાખવું પડશે. તેમણે કહ્યું કે, આપણે જનતાને બતાવવું પડશે કે આપણા પાસે શું રોડમેપ છે. હાલમાં તો આપણે નેગેટિવ કેમ્પેઈન જ કરી રહ્યા છીએ અને ભાજપને ખોટી પાર્ટી ગણાવી રહ્યા છે. પણ જો આપણે મતદારોને લાવવા હોય તો તેમને એ પણ બતાવવું પડશે કે જો અમે સત્તામાં આવ્યા તો શું કરીશું. આપણે સામુદાયિક હિતોમાં પણ ફસાવું જોઈએ. આપણા પ્રયત્નો હોવા જોઈએ કો, ભવિષ્યની વાત કરીએ. એવું લાગે છે કે, આપણે ઈતિહાસની પાર્ટી બનીને રહી ગયા છીએ અને જૂની વાતોને જણ વાગોળી રહ્યા છીએ. અહીં ઉલ્લેખનિય છે કે, શશિ થરુર કેટલીય વાર પીએમ મોદીના વખાણ કરી ચુક્યા છે. આ ઉપરાંત મોદી સરકારના કેટલાય મંત્રીઓ સાથે તસવીરો પણ શેર કરતા રહે છે.
આ પણ વાંચો: સગી માએ દીકરીના સપના પર પાણી ફેરવી દીધું, લગ્ન પહેલા સાસુ જમાઈ સાથે ભાગી ગઈ












