ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

CWC બેઠકમાં ખડગેનું મોટું નિવેદન- કહ્યું પહેલગામ હુમલા પર મોદી સરકારની નીતિ નથી સ્પષ્ટ

નવી દિલ્હી, તા. 2 મે, 2025: કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં શુક્રવારે દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની બેઠક મળી હતી. જેમાં તેમણે કહ્યું કે, પહેલગામ હુમલા પર મોદી સરકારની નીતિ સ્પષ્ટ નથી.

પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ સીડબલ્યુસીની ઈમરજન્સી બેઠક દિલ્હીમાં મળી હતી. આ બેઠકમાં કોંગ્રેસે આતંકવાદ સામે લડાઈમાં કેન્દ્રની મોદી સરકારને શક્ય તમામ મદદ કરવાની વાત કરી હતી. ખડગેએ કહ્યું, દેશની એકતા અને અખંડતા માટે જે પણ અડચણરૂપ બનશે તેની સામે કડક કાર્યવાહી કરીશું. સમગ્ર વિપક્ષ આ મુદ્દે મોદી સરકાર સાથે ઉભો છે.

મલ્લિકાર્જુન ખડગેએ આરોપ લગાવ્યો કે, પહેલગામ હુમલા બાદ પણ મોદી સરકાર તરફથી કોઈ સ્પષ્ટ રણનીતિ સામે આવી નથી. ખડગેએ જણાવ્યું કે, રાહુલ ગાંધીએ કાનપુરમાં શુભમ દ્વિવેદીના પરિવાર સાથે મુલાકાત કરી છે. તેણે સરકારને મૃતકોને શહીદોનો દરજ્જો અને સન્માન આપવાની માંગ કરી છે.

બેઠકમાં કોણ કોણ થયું સામેલ
બેઠકમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, અજય માકન, અજય કુમાર લાલુ, હરીશ રાવત, સુખવિંદરસિંહ રંધાવા, અંબિકા સોની, બીકે હરિપ્રસાદ, પવન ખેડા, માણિક રાવ ઠાકરે, સલમાન ખુર્શીદ, કે સુરેશ, પ્રિયંકા ગાંધી, સચિન પાયલટ, મીરા કુમાર, તારિક અનવર, ગુરદીપ સપલ, અભિષેક મનુસિંઘવી, કેસી વેણુગોપાલ, નાસિર હુસૈન, ચરણજીત સિંહ ચન્નની સામેલ થયા હતા.


આ પણ વાંચોઃ ભારતે પાકિસ્તાનના આ ક્રિકેટર્સના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ કર્યા બ્લોક

Back to top button