ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘કોંગ્રેસના અનેક યુવા નેતા ટેલેન્ટેડ છે, પરંતુ…’ NDAની મીટિંગમાં વડાપ્રધાને કર્યા વિપક્ષના વખાણ

નવી દિલ્હીઃ 21 ઓગસ્ટ, 2025: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચા મીટિંગમાં એનડીએ નેતાઓ સમક્ષ ઘણા યુવા કોંગ્રેસ નેતાઓના વખાણ  કર્યા અને કહ્યું કે વિપક્ષમાં, ખાસ કરીને કોંગ્રેસમાં, ઘણા યુવા નેતાઓ ખૂબ જ પ્રતિભાશાળી છે, પરંતુ ‘પારિવારની અસુરક્ષા’ને કારણે તેમને બોલવાની તક આપવામાં નથી આવતી.

રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે, આવા યુવા નેતાઓની હાજરીથી રાહુલ ગાંધીને અસુરક્ષિત અને ગભરાટ અનુભવી રહી હશે.

ચોમાસું સત્ર વિશે કરી મહત્ત્વની વાત

આ બેઠકમાં કોઈ વિપક્ષી સાંસદ હાજર નહતા અને ફક્ત NDA સભ્યો જ હાજર હતા. વડાપ્રધાન મોદીએ આજે ​​ખતમ થયેલા સંસદના ચોમાસુ સત્રને પણ સારું ગણાવ્યું અને કહ્યું કે તેમાં ઘણા મહત્ત્વના બિલ પસાર થયા છે. તેમણે ખાસ કરીને ઓનલાઇન ગેમ્સ બિલ પસાર થવાના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, આ બિલથી દૂરગામી અસર પડશે અને તેની સીધી અસર જનતા પર પડશે.

વિપક્ષની ટીકા

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વડાપ્રધાન મોદીએ પ્રમુખ બિલ પર ચર્ચાથી દૂર રહેવા માટે વિપક્ષની ટીકા પણ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો કે, વિપક્ષ ફક્ત વિક્ષેપ પેદા કરવામાં વ્યસ્ત છે.

ઓનલાઇન ગેમિંગ પર લગામ ખેંચવા લાવ્યા બિલ

નોંધનીય છે કે, 20 ઓગસ્ટે સંસદમાં ઓનલાઈન ગેમિંગ પ્રમોશન એન્ડ રેગ્યુલેશન બિલ, 2025 પસાર કરવામાં આવ્યું હતું, જેમાં ઓનલાઇન મની ગેમિંગ કંપનીઓ અને તેમના પ્રમોટરો સામે કડક જોગવાઈઓ કરવામાં આવી છે.

લોકસભા અધ્યક્ષે શું કહ્યું?

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું હતું કે, ચોમાસું સત્રમાં 14 બિલ રજૂ કરવામાં આવ્યા હતા અને કુલ 12 બિલ પસાર કરવામાં આવ્યા હતા. ગુરૂવારે લોકસભાની કાર્યવાહી અનિશ્ચિત કાળ માટે સ્થગિત કરતા પહેલા પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, આ સત્રમાં 14 સરકારી બિલ રજૂ કરવામાં આવ્યા હતા અને કુલ 12 બિલ પસાર કરવામાં આવ્યા હતા. 28 અને 29 જુલાઈએ ‘ઓપરેશન સિંદૂર’ પર ખાસ ચર્ચા યોજાઈ હતી, જે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના જવાબ સાથે સમાપ્ત થઈ હતી. 18 ઓગસ્ટે ભારતના અવકાશ કાર્યક્રમની સિદ્ધિઓ પર ખાસ ચર્ચા શરૂ કરવામાં આવી હતી.

તેમણે કહ્યું કે, ‘આ સત્રના કાર્યસૂચિમાં 419 તારાંકિત પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ સતત આયોજિત વિક્ષેપોને કારણે, મૌખિક જવાબ માટે ફક્ત 55 પ્રશ્નો જ લઈ શકાયા. અમે બધાએ સત્રની શરૂઆતમાં જ નક્કી કર્યું હતું કે, આ સત્રમાં 120 કલાક ચર્ચા અને વાતચીત કરીશું. વ્યાપાર સલાહકાર સમિતિ પણ આ માટે સંમત થઈ હતી, પરંતુ સતત ગતિરોધ અને આયોજિત વિક્ષેપોને કારણે, અમે આ સત્ર ભાગ્યે જ 37 કલાક કામ કરી શક્યું.’

આ પણ વાંચોઃ રાજકોટઃ ભેળસેળયુક્ત ઘીનો સ્ટોક જપ્ત: ડેરી યુનિટમાં નિરીક્ષણ બાદ આગળની કાર્યવાહી શરૂ

આ પણ વાંચોઃ ગુજરાત: અન્ન પુરવઠા વિભાગની બેદરકારીને લીધે 11000 ટન અનાજ બગડ્યું

Back to top button