ટોપ ન્યૂઝનેશનલ

Cockroach Janta Party : ઈન્ટરનેટમાં વાઈરલ કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ ભારતમાં બ્લોક!, જાણો સમગ્ર મામલો

Cockroach Janta Party : સોશિયલ મીડિયા પર છેલ્લા 4-5 દિવસથી એક નામ સૌથી વધુ ચર્ચામાં છે. તે છે કોકરોચ જનતા પાર્ટી (CJP).  ત્યારે ભારતમાં આ વર્ચ્યુઅલ પાર્ટીનું સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું છે. રસપ્રદ વાત એ છે કે, આ મીમ-પેજ જેવી પાર્ટીએ ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સ દ્વારા વિશ્વના સૌથી મોટા રાજકીય પક્ષ, ભાજપના સત્તાવાર હેન્ડલને પાછળ છોડી દીધાના થોડા કલાકો પછી જ આ કાર્યવાહી કરવામાં આવી છે. તો ચાલો જાણીએ કોકરોચ જનતા પાર્ટી અને તેની પાછળના સમગ્ર વિવાદ શું છે ?

કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ ભારતમાં બ્લોક

 

કોકરોચ જનતા પાર્ટીનું X એકાઉન્ટ ભારતમાં બ્લોક કરવામાં આવ્યું છે. ત્યારે આ અંગ સ્થાપક કહેવું છે કે, “અપેક્ષા મુજબ. જ્યારે પણ કોઈ વપરાશકર્તા X પર CJP હેન્ડલ (@CJP_2029) ખોલે છે, ત્યારે ” Account Withheld ” સંદેશ દેખાય છે. પ્લેટફોર્મ અનુસાર, આ કાર્યવાહી કાનૂની માંગના જવાબમાં કરવામાં આવી હતી. આ વ્યંગાત્મક ચળવળ શરૂ કરનાર અભિજીત દિપકેએ સ્ક્રીનશોટ શેર કર્યો અને લખ્યું કે, “અપેક્ષા મુજબ, ભારતમાં કોકરોચ જનતા પાર્ટીનું એકાઉન્ટ રોકી દેવામાં આવ્યું છે.”

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

આ અનોખા નામવાળી પાર્ટીની સ્થાપના 16 મે, 2026ના રોજ થઈ હતી. સુપ્રીમ કોર્ટની સુનાવણી દરમિયાન, બેરોજગાર અને સોશિયલ મીડિયા-સક્રિય યુવાનો વિશે એક ટિપ્પણી કરવામાં આવી હતી, જેમાં કેટલાક સંદર્ભોમાં “કોકરોચ” શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ ટિપ્પણીથી રોજગારી મેળવનારા અને બેરોજગાર યુવાનો નારાજ થયા હતા. બોસ્ટન યુનિવર્સિટીના પબ્લિક રિલેશન્સ (PR) પ્રોગ્રામના ૩૦ વર્ષીય સ્નાતક અભિજીત દિપકેએ આ કટાક્ષને પોતાની રાજકીય ઓળખમાં ફેરવી દીધો અને “કોકરોચ જનતા પાર્ટી” ની રચના કરી.

ઇન્સ્ટાગ્રામ પર ભાજપને પાછળ છોડીને પ્રાપ્ત કર્યા ઐતિહાસિક ફોલોઅર્સ

 

જ્યારે ઇન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બ્લોક કરવામાં આવ્યું છે, ત્યારે ઇન્સ્ટાગ્રામ પર પાર્ટીના રેકોર્ડે અગ્રણી રાજકીય પંડિતોને પણ આશ્ચર્યચકિત કરી દીધા છે. થોડા જ દિવસોમાં, CJPના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટે 12 મિલિયનથી વધુ ફોલોઅર્સ મેળવ્યા છે, જે ભાજપના સત્તાવાર ઇન્સ્ટાગ્રામ હેન્ડલ (જેના આશરે 8.7 મિલિયન ફોલોઅર્સ છે) ને વટાવી ગયા છે. વધુમાં, 600,000થી વધુ યુવાનોએ તેની વેબસાઇટ પર નોંધણી કરાવી છે.

આ પાર્ટીનો વિનોદી અને તીક્ષ્ણ મેનિફેસ્ટો શું છે?

 

આ ચૂંટણી લડનાર પક્ષ નથી, પરંતુ યુવાનોની હતાશા વ્યક્ત કરવાનું માધ્યમ છે. તેનો 5-મુદ્દાનો એજન્ડા અનોખો છે:

સભ્યપદની આવશ્યકતાઓ: ફક્ત તે જ લોકો સભ્ય બની શકે છે જેઓ બેરોજગાર છે, આળસુ છે, આખો દિવસ ફોન પર વિતાવે છે અને વ્યવસાયિક રીતે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી શકે છે.

રાજકીય માંગણીઓ: મેનિફેસ્ટોમાં માંગ કરવામાં આવી છે કે નિવૃત્તિ પછી ન્યાયાધીશોને રાજ્યસભાની બેઠકો ન આપવામાં આવે, પક્ષ બદલનારા રાજકારણીઓ પર 20 વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવે અને NEET જેવી પરીક્ષાઓને લગતા વિવાદોથી પ્રભાવિત વિદ્યાર્થીઓને તાત્કાલિક ન્યાય આપવામાં આવે.

જાણો કોન છે સ્થાપક અભિજીત દિપકે અને શું છે વિવાદ ?

 

CJP ને રાતોરાત વાયરલ કરનાર અભિજીત દિપકે ડિજિટલ રાજકીય સંદેશાવ્યવહારના નિષ્ણાત છે. તેઓ 2020 અને 2023 વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)ની સોશિયલ મીડિયા અને મીમ-આધારિત પ્રચાર ટીમનો પણ ભાગ હતા. ઓનલાઇન બે કેમ્પ ઉભરી આવ્યા છે. ટીકાકારો કહે છે કે, આ ચળવળ ગંભીર રાજકીય અને સામાજિક મુદ્દાઓની મજાક ઉડાવે છે, જ્યારે સમર્થકો માને છે કે તે આજે યુવાનોનો અવાજ ઉઠાવવાનો સૌથી અસરકારક અને મનોરંજક Gen Z માર્ગ છે.

આ પણ વાંચો :  UP : હવેથી તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોમાં યુનિફોર્મ ફરજિયાત, રાજ્યપાલનો આદેશ

Back to top button