ટ્રેન્ડિંગનેશનલમીડિયા

આજે CJPની સંસદ કૂચ, 5000 જવાનો તૈનાત, દિલ્હીમાં કડક સુરક્ષા વ્યવસ્થા

CJP’s Parliament march today : NEET પેપર લીક અને વધતી બેરોજગારીના મુદ્દે કોક્રોચ જનતા પાર્ટી (CJP) દ્વારા આયોજિત વિરોધ પ્રદર્શન આજે વધુ ઉગ્ર બનવાની શક્યતા છે. પાર્ટીએ 20 જુલાઈએ ‘ચાલો સંસદ’ માર્ચનું આહ્વાન કર્યું છે. આ વિરોધ સોનમ વાંગચુકને જંતર-મંતર પરથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બાદ વધુ તેજ બન્યો છે.

જંતર-મંતરથી સંસદ સુધી સુરક્ષાનો કડક બંદોબસ્ત

આજે સંસદનું ચોમાસુ સત્ર શરૂ થઈ રહ્યું છે. તે જ સમયે CJP દ્વારા સંસદ તરફ કૂચ કરવાની જાહેરાતને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે સમગ્ર રાજધાનીમાં સુરક્ષા વધારી દીધી છે.

જંતર-મંતરથી લઈને સંસદ ભવન અને આસપાસના વિસ્તારો સુધી 5000થી વધુ પોલીસકર્મીઓ અને સુરક્ષાદળો તૈનાત કરવામાં આવ્યા છે. સંવેદનશીલ વિસ્તારોમાં વધારાની દેખરેખ રાખવામાં આવી રહી છે.

પ્રદર્શનકારીઓ અને પોલીસ વચ્ચે ટકરાવની આશંકા

અહેવાલો મુજબ, પોલીસે પ્રદર્શનકારીઓને જંતર-મંતર વિસ્તારથી આગળ વધવાની મંજૂરી ન આપવાની તૈયારી કરી છે. જેના કારણે પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે તણાવ અથવા અથડામણ સર્જાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સોનમ વાંગચુક બાદ અભિજીત દિપકે ઉપવાસ પર

પ્રખ્યાત કાર્યકર સોનમ વાંગચુક 28 જૂનથી ભૂખ હડતાળ પર હતા. બાદમાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ CJPના સ્થાપક અભિજીત દિપકે ભૂખ હડતાળ શરૂ કરી હોવાનું જણાવાયું છે. તેમની સાથે અન્ય કેટલાક લોકો પણ ઉપવાસમાં જોડાયા છે.

માગણીઓ પર અડગ CJP

CJP દ્વારા NEET પેપર લીક મુદ્દે જવાબદારી નક્કી કરવા અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે. બીજી તરફ સોનમ વાંગચુકે પણ પોતાની કેટલીક શરતો પૂર્ણ થયા બાદ જ અનશન સમાપ્ત કરવાની વાત કરી હોવાનું જણાવાયું છે.

આ પણ વાંચો : હોર્મુઝ જળમાર્ગમાં જહાજમાં ભીષણ આગ, અમેરિકા-ઈરાન યુદ્ધ વધુ ભયાનક બન્યું

Back to top button