રેર અર્થ મિનરલ્સ પર ચીનનો પ્રતિબંધ, ભારત માટે ખતરો! હવે બેન્કો પર પણ પડશે માઠી અસરઃ SBIનો રિસર્ચ રિપોર્ટ

નવી દિલ્હી, 29 જુલાઇ, 2025: ચીને રેર અર્થ અને પરમેનન્ટ મેગ્નેટની નિકાસ પર પ્રતિબંધ મુકીને સમગ્ર દુનિયાને ચોંકાવી દીધી છે. તેની સીધી અસર ભારત પર પણ પડી શકે છે, કેમ કે આપણે આ ખનિજો માટે સંપૂર્ણ રીતે ચીન પર નિર્ભર છીએ. SBI રિસર્ચનો તાજેતરનો એક રિપોર્ટ જણાવે છે આ પ્રતિબંધ ભારતના ઉત્પાદન, પરિવહન, ઇલેક્ટ્રોનીક્સ અને ઓટો ક્ષેત્ર માટે પણ મોટા પડકાર તરીકે ઉભરી આવી શકે છે.
નોંધનીય છે રેર અર્થ એટલે કે દુર્લભ ખનિજો એવું તત્ત્વ છે જે મોબાઇલ, લેપ્ટોપ, ઇલેક્ટ્રીક કાર, MRI મશીનો, વિંડ ડર્બાઇમ, ડિફેન્સ ઇક્વીપમેન્ટ્સ અને ગ્રીન એનર્જી ટેકનોલોજીમાં પણ ઉપયોગ થાય છે. તેની ખાસિયત એ છે કે તે ઇર્જાની ખપત ઓછી કરે છે અને મશિનોને હલકા, ટકાઉ અને વધુ ઝડપી બનાવે છે. ભારત દર વર્ષે 33 મિલીયન ડોલરની રેર અર્થ અને તેના સંયોજનોની આયાત કરે છે.
નાણાકીય વર્ષ 25માં, ફક્ત પરમેનન્ટ મેગ્નેટની આયાત 291 મિલિયન ડોલરની હતી, જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી વધુ છે. અહેવાલ મુજબ, આ પ્રતિબંધની સીધી અસર ભારતના પરિવહન, ઇલેક્ટ્રિકલ-ઇલેક્ટ્રોનિક અને મશીનરી ઉદ્યોગો પર પડશે.
કયા ક્ષેત્રોને સૌથી વધુ અસર થશે
- ઓટો અને પરિવહન સાધનો
- મૂળભૂત ધાતુઓ અને મશીનરી
- ઇલેક્ટ્રોનિક્સ અને ઇલેક્ટ્રિકલ્સ
- બાંધકામ ક્ષેત્ર
આ ક્ષેત્રોમાં સીધો જ રેર અર્થનો ઉપયોગ થાય છે અથવા તો મેગ્નેટને કારણે પરોક્ષ રીતે અસર થાય છે.
ભારતની તૈયારીઃ National Critical Mineral Mission (NCMM)
ઉલ્લેખનીય છે કે સરકારે ૨૦૨૫માં રૂ. 18,000 કરોડનું ‘નેશનલ ક્રિટિકલ મિનરલ મિશન’ શરૂ કર્યું છે. તેનો ઉદ્દેશ્ય ભારતને આ ખનિજોના સંદર્ભમાં આત્મનિર્ભર બનાવવાનો છે.
જેમાં 30 મહત્વપૂર્ણ ખનિજોની યાદી તૈયાર કરવામાં આવી છે. દેશમાં તેમના સંશોધન, પ્રક્રિયા અને મૂલ્યવર્ધનને પ્રોત્સાહન આપવા માટે રાજ્ય સરકારો પણ સામેલ થઈ છે. જેમાં ઓડીશા જેવા રાજ્યએ પહેલેથી જ રૂ. 8,000 કરોડની હાઇ-ટેક સવલતની ઘોષણા કરી છે.
બેંકિંગ ક્ષેત્ર પર પણ અસર – જો આ ખનિજોનો પુરવઠો બંધ કરવામાં આવે છે, તો બેંકો, નિકાસ ફાઇનાન્સ અને NBFC લિંકેજના કાર્યકારી મૂડી સાયકલ પર સીધી અસર પડશે.
રોકાણકારોએ હવે શું કરવું જોઈએ – ઓટો, ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રની કંપનીઓમાં જોખમ વધી શકે છે. ગ્રીન એનર્જી અને ટેક ક્ષેત્રને ટેકો આપતી કંપનીઓ જેમ કે સ્થાનિક મેગ્નેટ અથવા ખાણકામ કંપનીઓમાં તકો મળી શકે છે.
સરકારની PLI યોજના અને મહત્વપૂર્ણ ખનિજ નીતિ પર નજર રાખો – તેની સાથે સંકળાયેલી કંપનીઓ લાંબા ગાળે નફાકારક બની શકે છે.
ચીન દ્વારા આ પ્રતિબંધ ભારત માટે એક પ્રકારનો “વેક-અપ કોલ” છે. પરંતુ તેનો અર્થ એ પણ છે કે જો ભારત હમણાંથી તૈયારી કરે છે અને સ્થાનિક મૂલ્ય શ્રૃંખલાને મજબૂત બનાવે છે, તો તે એક મોટો વ્યૂહાત્મક ફાયદો પણ બની શકે છે. રોકાણકારો માટે આ જ સમય છે કે દુર્લભ પૃથ્વી અને સંબંધિત ક્ષેત્રોમાં કંપનીઓ પર બારીકાઇથી નજર નાખવી જોઇએ – આ કટોકટી ભવિષ્યના નફાનો માર્ગ પણ બની શકે છે.
આ પણ વાંચોઃ વૈશ્વિક નરમ પ્રવાહો અને ઘરેલુ નબળી કમાણીના આંકને પગલે ભારતીય ઇક્વિટી બજારમાં નબળો પ્રારંભ












