ગુજરાતટોપ ન્યૂઝ

મોરબી દુર્ઘટનાની જવાબદારી સ્વીકારી મુખ્યમંત્રી રાજીનામું આપે : કોંગ્રેસ નેતા

મોરબી કેબલ બ્રિજની દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને સાંત્વના આપવા રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત, ગુજરાતના પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સુખરામ રાઠવા સહીત ગુજરાત કોંગ્રેસનું પ્રદેશ નેતૃત્વ મોરબીની મુલાકાત લઇ ઘાયલોના ખબર અંતર પૂછી મૃતકોના પરિવારજનોને સાંત્વના આપી હતી. પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતુ કે સરકારના પાપે મોરબીમાં કેબલ બ્રીજ તુટવાની દુખદ દુર્ઘટના બની છે. વડાપ્રધાન ગુજરાત આવ્યા છે ત્યારે આશા રાખીએ છીએ કે આ કેસમાં દરવખતની જેમ ભીનું ના સંકેલાય અને તમામ જવાબદાર લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે.

આ પણ વાંચો: મોરબીની ગોઝારી દુર્ઘટનામાં આધુનિક ટેક્નોલોજી મદદરૂપ બની

2૦૦ જેટલા લોકોના અકાળે મૃત્યુ થયા

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદને સંબોધન કરતા ભારતીય રાષ્ટીય કોંગ્રેસના મીડિયા પબ્લીસીટી ડીપાર્ટમેન્ટના ચેરમેન પવન ખેરાએ જણાવ્યું હતું કે મોરબી શહેરમાં ઝૂલતો પુલ દુર્ઘટનાગ્રસ્ત થવા બાબતે અને લગભગ 2૦૦ જેટલા લોકોના થયેલ અકાળે મૃત્યુ બદલ, ગુજરાત રાજ્યના મોરબી શહેરમાં ઝૂલતો પુલ (કેબલ પુલ) ગઈકાલે દુર્ઘટનાગ્રસ્ત થયેલ છે.

ઝુલતા પુલનું આશરે 125 વર્ષ પહેલા નિર્માણ કરવામાં આવ્યું

ઝુલતા પુલનું આશરે 125 વર્ષ પહેલા નિર્માણ કરવામાં આવ્યું હતું તેના વાર્ષિક મેઈન્ટેનન્સની સાર-સંભાળ એક એવી ખાનગી કંપનીને આપવામાં આવે છે, જેને આ કાર્યપદ્ધતીની કોઈપણ જાણ નથી તેમજ મેઈન્ટેનન્સનો કોઈપણ અનુભવ નથી. ઓરેવા કંપની કે જે એલ.ઈ.ડી. બલ્બ, કેલક્યુલેટર, મચ્છર મારવાના રેકેટ અને ઘડિયાળ એક ખાનગી બનાવતી કંપની છે. આ ખાનગી કંપનીને કોના આદેશથી, નગરપાલિકાના કયા વિભાગથી અને કોની ભલામણથી આ ઝુલતા પુલની સાર-સંભાળની કામગીરી આપવામાં આવી?

દુર્ઘટનાગ્રસ્ત ઝુલતા પુલની કોના વિરુદ્ધમાં એફ.આઈ.આર. કરવામાં આવી

બીજી મહત્વની વાત કે આ દુર્ઘટનાગ્રસ્ત ઝુલતા પુલની કોના વિરુદ્ધમાં એફ.આઈ.આર. કરવામાં આવી છે? કઈ વ્યક્તિઓ આ ઘટનાના દોષિતો છે? વગર ફિટનેસ સર્ટીફીકેટ અને લોડ બેરીંગ કેપેસીટીના ધારા ધોરણ મુજબના સર્ટીફીકેટ કયા વિભાગથી આપવામાં આવ્યા છે? ચૂંટણી ટાણે તાયફાઓ આયોજિત કરવામાં અને ગુજરાતના રહીશોના જીવના જોખમે, કોઈપણ પ્રકારની આ ઝુલતા પુલની સલામતીની માહિતી લીધા વગર, શા માટે ઝુલતા પુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું?

Back to top button