ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

જસ્ટિન ટ્રુડોનું શિર્ષાસનઃ કહ્યું, ભારત મહાસત્તા છે, સારા સંબંધ જાળવવા જરૂરી

  • ભારત સાથે સારા સંબંધોની આશા રાખીએ છીએ: જસ્ટિન ટ્રુડો
  • ખાલિસ્તાન પર ઉભા થયેલા તણાવ વચ્ચે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોનું વલણ હવે નરમ પડતું જોવા મળી રહ્યું છે. ભારતને એક મહાસત્તા ગણાવતા તેમણે કહ્યું કે તેમની સાથે અમારે સાથે સારા સંબંધો રાખવા જરૂરી છે.

ખાલિસ્તાન મુદ્દે ભારત સાથે સર્જાયેલા તણાવ વચ્ચે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના સૂર બદલાયા હોય તેવું લાગી રહ્યું છે. કેનેડાના પીએમે કહ્યું કે અમે ભારત સાથે સારા સંબંધો માટે પણ ખૂબ જ ગંભીર છીએ. જસ્ટિન ટ્રુડોએ ભારત પર ખાલિસ્તાની હરદીપ સિંહ નિજ્જરની હત્યા કરવાનો આરોપ લગાવ્યો હતો. આવી સ્થિતિમાં હવે તેમનું બદલાયેલું વલણ દર્શાવે છે કે તેમનું વલણ નરમ પડ્યું છે. કેનેડાના અખબાર નેશનલ પોસ્ટના અહેવાલ મુજબ ટ્રુડોએ કહ્યું કે આ કેસ પછી પણ અમે ભારત સાથે સારા સંબંધોની આશા રાખીએ છીએ.

આ પણ વાંચો: ખાલિસ્તાની આતંકી પન્નુના નિશાને અમદાવાદનું સ્ટેડિયમ, વર્લ્ડ કપને ટેરર કપ બનાવવાની ધમકી

વિશ્વમાં ભારતના વધતા કદનો ઉલ્લેખ કરતા ટ્રુડોએ કહ્યું કે કેનેડા અને તેના સહયોગી દેશો માટે ભારત સાથે સારા સંબંધો જાળવવા મહત્વપૂર્ણ છે. ગુરુવારે મોન્ટ્રીયલમાં મીડિયા સાથે વાત કરતા ટ્રુડોએ કહ્યું કે વૈશ્વિક મંચ પર ભારતનું કદ સતત વધી રહ્યું છે. આવી સ્થિતિમાં કેનેડા અને તેના સહયોગી દેશો ભારત સાથે રચનાત્મક અને ગંભીર સંબંધો જાળવી રાખે તે જરૂરી છે. તેમણે કહ્યું, ‘ભારત ઝડપથી વિકસતી આર્થિક શક્તિ અને એક મહત્વપૂર્ણ ભૂ-રાજકીય ખેલાડી છે. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં આપણા અને ભારત વચ્ચે સારા સંબંધો હોવા મહત્વપૂર્ણ છે.

ભારતે આ મામલે સહયોગ કરવો જોઈએ જેથી સાચી હકીકત બહાર આવી શકે: જસ્ટિન ટ્રુડો

આ સિવાય હરદીપ સિંહ નિજ્જરની હત્યાના મામલાને લઈને ટ્રુડોએ કહ્યું કે ભારતે આ મામલે સહયોગ કરવો જોઈએ જેથી સાચી હકીકત બહાર આવી શકે. તેમણે એમ પણ કહ્યું કે તેમને અમેરિકન વિદેશ મંત્રી તરફથી આશ્વાસન પણ મળ્યું હતું, કે તેઓ આ મામલે ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની મુલાકાત દરમિયાન આ મુદ્દાને ધ્યાન દોરશે. જોકે એસ. જયશંકર સાથેની મુલાકાત દરમિયાન બ્લિંકને આ મુદ્દો ઉઠાવ્યો ન હતો અને ન તો આ સંદર્ભમાં કોઈ ચર્ચા થઈ હતી.

જસ્ટિન ટ્રુડો હવે શા માટે અન્ય દેશોને મદદ માટે અપીલ કરી રહ્યા છે?

તેમણે અન્ય દેશોને પણ અપીલ કરી અને કહ્યું કે આ એક એવો મામલો છે જેમાં તે તમામ લોકતાંત્રિક દેશો જે કાયદાના શાસનનું સન્માન કરે છે તે સાથે આવવું જોઈએ. ઉલ્લેખનીય છે કે જસ્ટિન ટ્રુડોએ G-20 સમિટમાંથી પરત ફર્યા બાદ કેનેડાની સંસદને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેણે ભારતીય એજન્સીઓ પર હરદીપ સિંહ નિજ્જરની હત્યાનો આરોપ લગાવ્યો હતો. કેનેડાના એક ગુરુદ્વારા બહાર ખાલિસ્તાની હરદીપ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

આ પણ વાંચો: દેવભૂમિ દ્વારકા: ઈરાનથી રવાના થયેલ ડ્રગ્સની ડિલેવરી પૂર્વે ઓખા બંદરે પોલીસે પકડી પાડ્યું આંતરરાષ્ટ્રીય રેકેટ

Back to top button