છત્તીસગઢના વેદાંત પાવર પ્લાન્ટમાં બોઈલર બ્લાસ્ટઃ 10 મજૂરોના મોત, 30-40 ગંભીર રીતે દાઝી ગયા

National News: છત્તીસગઢના સક્તિ જિલ્લામાં વેદાંત પાવર પ્લાન્ટમાં મંગળવારે બપોરે બોઈલર વિસ્ફોટ થયો હતો. આ ભીષણ દુર્ઘટનામાં પ્લાન્ટમાં લાગેલા બોઈલરના અચાનક ફાટવાથી જોરદાર ધમાકો થયો હતો. આ ઘટનાના કારણે સમગ્ર પ્લાન્ટમાં અફરાતફરી મચી ગઈ હતી
આ ઘટનામાં 30 થી 40 કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા. જ્યારે 10 જેટલા મજૂરોના મોતની શક્યતાઓ છે. આ ઘટના ડાભરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. વિસ્ફોટ એટલો જબરજસ્ત હતો કે દુર દુર સુધી તેનો અવાજ સંભળાતો હતો.
અહેવાલો અનુસાર સિંઘીતરાઈમાં વેદાંત પાવર પ્લાન્ટમાં સામાન્ય કામ ચાલી રહ્યું હતું. અચાનક બપોરે 2 વાગ્યાની આસપાસ, બોઈલર વિસ્ફોટ થયો. ઘટનાની માહિતી મળતાં, પોલીસ, ફાયર બ્રિગેડ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા. અહેવાલો અનુસાર ટ્યુબ ફાટવાને કારણે આ અકસ્માત થયો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
11 ઘાયલોને ખારસિયાની પદ્માવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. લગભગ 15ઘાયલોને રાયગઢની જિંદાલ ફોર્ટિસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં પાંચના મૃત્યુ થયા હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃ Surat: મિલેનિયમ ટેક્સટાઇલ માર્કેટ-2માં ફરી આગનો બનાવ, છઠ્ઠા માળે દુકાન સળગતાં અફરાતફરી












