ચંદ્રગ્રહણ 2025: ગુજરાતના કયા ચાર જાણીતા મંદિરોમાં આરતી અને દર્શનનો સમય બદલાયો?

અમદાવાદ, તા. 5 સપ્ટેમ્બર, 2025: આ વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ 7 સપ્ટેમ્બર રવિવારના રોજ થશે. આ પૂર્ણ ચંદ્રગ્રહણ ભારતમાં પણ દેખાશે, જે શતભિષા નક્ષત્ર અને શનિ કુંભ રાશિમાં થશે. આ ગ્રહણ દરમિયાન ચંદ્ર લાલ રંગનો દેખાશે, જેને ‘બ્લડ મૂન’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
જ્યોતિષોના જણાવ્યા મુજબ, ભારતમાં આ ચંદ્રગ્રહણ રાત્રે 9:57 વાગ્યાથી શરૂ થઈને 11:46 વાગ્યા સુધી ચાલશે, જ્યારે ગ્રહણનો અંત મોડી રાત્રે 1:27 વાગ્યે થશે. આ ગ્રહણ કુલ 3 કલાક, 28 મિનિટ અને 2 સેકન્ડ સુધી ચાલશે. ગ્રહણના કારણે, તેનો સૂતક કાળ 9 કલાક પહેલાં શરૂ થશે.ચંદ્રગ્રહણને કારણે, ગુજરાતના કેટલાક મોટા મંદિરોએ દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવાની જાહેરાત કરી છે.
દ્વારકાધીશ મંદિર, દ્વારકા
- 7 સપ્ટેમ્બર: ભગવાનની મંગળા આરતી સવારે 6 વાગ્યે વહેલી થશે.
- બપોરે 1:30 વાગ્યે: મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવશે.
- આખો દિવસ: મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે.
- 8 સપ્ટેમ્બર: મંદિર રાબેતા મુજબ ફરી ખુલશે.
શામળાજી મંદિર, શામળાજી
- મંદિર ખુલશે: સવારે 5 વાગ્યે (એક કલાક વહેલું).
- મંગળા આરતી: સવારે 5:45 વાગ્યે.
- સંધ્યા આરતી: સાંજે 4:30 વાગ્યે.
- મંદિર બંધ થશે: સાંજે 6 વાગ્યે (અઢી કલાક વહેલું).
મહાકાળી મંદિર, પાવાગઢ
- 7 સપ્ટેમ્બર: સવારે 5 વાગ્યે આરતી થશે.
- સવારે 5 થી બપોરે 12 વાગ્યા: ભક્તો દર્શન કરી શકશે.
- બપોરે 12 વાગ્યા બાદ: મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવશે.
- 8 સપ્ટેમ્બર: સવારે 6 વાગ્યાથી મંદિર રાબેતા મુજબ ખુલશે.
અંબાજી મંદિર, અંબાજી
- 7 સપ્ટેમ્બર: ભાદરવી પૂનમ હોવા છતાં, ચંદ્રગ્રહણને કારણે મંદિર વહેલું બંધ થશે.
- બપોરે 12:30 વાગ્યે: મંદિર બંધ થશે. આ પછી, શ્રદ્ધાળુઓ ધ્વજારોહણ પણ કરી શકશે નહીં.
- સાંજે 5 વાગ્યા બાદ: મંદિર દર્શન માટે સંપૂર્ણપણે બંધ રહેશે.
- સાંજે 5 વાગ્યા સુધી: જાળીમાંથી માતાના દર્શન થઈ શકશે.
આ પણ વાંચોઃ અજિત ‘દાદા’ સાથે પંગો લેનારી લેડી IPS કોણ છે?












