ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયા

8 અઠવાડિયામાં દિલ્હી-NCRના તમામ રખડતા કૂતરાઓને પકડો; સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ

નવી દિલ્હી, 11 ઓગસ્ટ 2025:    દિલ્હી-NCRમાં રખડતા કૂતરાઓનો ત્રાસ દિવસેને દિવસે વધતો જાય છે. આ મુશ્કેલી સામે લડવા માટે સુપ્રીમ કોર્ટે એક મોટો આદેશ જારી કર્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે જણાવ્યું છે કે 8 અઠવાડિયાની અંદર તમામ રખડતા કૂતરાઓને પકડીને ‘ડોગ શેલ્ટર’માં ખસેડવામાં આવે. અદાલતે એમ પણ કહ્યું છે કે આ કૂતરાઓને પાછા છોડવામાં નહીં આવે.

રાષ્ટ્રીય રાજધાનીમાં કૂતરાઓના કરડવાની ઘટનાઓ પર સ્વતઃ સંજ્ઞાન લેતા સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર, MCD (મ્યુનિસિપલ કોર્પોરેશન ઓફ દિલ્હી), અને NDMC (નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ)ને કૂતરાઓ માટે ‘શેલ્ટર’ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. અદાલતે જણાવ્યું કે કોઈ પણ કિંમતે નવજાત અને નાના બાળકો રખડતા કૂતરાઓનો શિકાર ન બનવા જોઈએ. અદાલતે કહ્યું કે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે અને તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે.

સર્વોચ્ચ ન્યાયાલયે નિર્દેશ આપ્યો છે કે રખડતા કૂતરાઓના બધિયાકરણ (સ્ટેરિલાઈઝેશન) અને રસીકરણ માટે આશ્રય સ્થળોમાં પૂરતો સ્ટાફ હોવો જોઈએ.

આ પણ વાંચો : આતંકી યાસીન મલિકને મૃત્યુદંડ આપવા NIAએ દાખલ કરી અરજીઃ જાણો પૂરો કેસ

Back to top button