હવે વધારે સહન નથી થઈ રહ્યું, ટ્રમ્પના ટેક્સ બિલ પર એલોન મસ્કનો ગુસ્સો ફૂટ્યો

અમેરિકા, 4 જૂન 2025: અમેરિકાના મલ્ટી મિલિનિયર બિઝનેસમેન અને ટેક્નોલોજી જગતના દિગ્ગજ એલોન મસ્કે ટ્રમ્પ પ્રશાસનના નવા ટેક્સ અને ખર્ચ બિલની ટીકા કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એલોન મસ્કે આ બિલને બેકાર ગણાવતા કહ્યું કે, આ ખાધને વધારશે.
આ સાથે જ મસ્કે ‘કે, ‘માફ કરજો, પરંતુ હું હવે સહન નથી કરી શકતો… આ ખર્ચથી ભરેલું, વાહિયાત અને શરમજનક બિલ છે. જે લોકોએ તેના પક્ષમાં મતદાન કર્યું, તેમને પોતાના પર પણ શરમ આવવી જોઈએ. કારણ કે, તેઓ જાણે છે કે, તેમણે કેટલું ખોટું કર્યું છે.’
ટ્રમ્પનો વિચાર નહીં બદલાય
વ્હાઇટ હાઉસની એક પત્રકાર પરિષદમાં કેરોલીન લેવિટે એલોનની ટીકાને વધુ મહત્ત્વ ન આપતા કહ્યું કે, અમેરિકન પ્રમુખ ટ્રમ્પ પહેલાંથી જ જાણતા હતા કે, મસ્ક આ બિલને લઈને શું વિચારે છે, પરંતુ એલોન મસ્કના આ પગલાંથી ટ્રમ્પનો વિચાર તો બિલકુલ નહીં બદલાય. ટ્રમ્પ આ બિગ બ્યૂટીફુલ બિલ સાથે ઊભા છે. ઉલ્લેખનીય છે કે, આ બિલને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાની આર્થિક નીતિની કરોડરજ્જુ પણ જણાવી છે.
ટ્રમ્પની ટીમથી અલગ થયા મસ્ક
નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા જ એલોન મસ્કે ‘ગવર્નમેન્ટ એફિશિઅન્સી વિભાગ’ (DOGE)ના મુખ્ય પદથી રાજીનામું આપી દીધું હતું, જેની જવાબદારી દેશના ખર્ચને ઘટાડવાની હતી. તેમણે આ બિલથી પણ પોતાના સ્પષ્ટરૂપે અલગ કરી દીધા છે.
અધધધ નુકસાનની ચેતવણી
મસ્કે ચેતવણી આપી કે, આ બિલ અમેરિકાની પહેલાંથી જ વિશાળ બજેટ ખાધને વધારીને 2.5 ટ્રિલિયન ડૉલર સુધી પહોંચાડી દેશે, જેનાથી દેશ પર અસ્થિર દેવાનો ભાર વધુ વધશે.
આ પણ વાંચો : RCB ચેમ્પિયન બનતા ટીમના જૂના માલિક વિજય માલ્યાની પોસ્ટ વાયરલ થઈ, જાણો શું કહ્યું?












