ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસ

આ સરકારી બેન્કે ગ્રાહકોને આપી મોટી ભેટઃ દૂર કરી મિનિમમ બેલેન્સ પેનલ્ટી

નવી દિલ્હી, 1 જૂન, 2025: Canara Bank Remove Minimum Balance Penalty, કેનેરા બેન્કે પોતાના ગ્રાહકોને મોટી ભેટ આપી છે. બેન્ક દ્વારા તમામ બચત ખાતા પર મિનિમમ બેલેન્સ રાખવાનો નિયમ ખતમ કરી દેવામં આવ્યો છે. બેન્કના આ પગલા બાદ બચત ખાતામાં મિનિમમ બેલેન્સ ન હોવાના કારણે કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં નહીં આવે. આ નવો નિયમ તમામ પ્રકારના બચત ખાતા પર લાગુ થશે.

હવે મિનિમમ બેલેન્સ ન રાખવા પર નહીં લાગે દંડ

તમામ પ્રકારના બચત ખાતા પર મિનિમમ બેલેન્સની મર્યાદા દૂર કરનારી કેનેરા બેન્ક પહેલી બેન્ક છે. આ નિયમ બાદ બેન્કના ગ્રાહકો કોઈપણ દંડ વિના બચત ખાતામાં ઝીરો બેલેન્સ રાખી શકે છે. આ નિયમથી અનેક એકાઉન્ટ હોલ્ડર્સને લાભ થશે.

કેનેરા બેન્કે સત્તાવાર કરી જાહેરાત

કેનેરા બેન્કે સત્તાવાર જાહેરાત કરતા લખ્યું કે, ‘એક જૂન, 2025ના દિવસે કેનેરા બેન્ક મિનિમમ બેલેન્સ ન રાખવા પર કોઈ દંડ નહીં લગાવે. આ નિયમ તમામ બચત ખાતા ધારકો માટે છે.’

શું હતો જૂનો નિયમ?

નોંધનીય છે કે, આ પહેલાં બચત ખાતામાં ગ્રાહકોને શહેરોમાં 2 હજાર રૂપિયાસ અર્ધ સરાકરીમાં 1 હજાર રૂપિયા અને ગ્રામીણ બેન્કમાં 500 રૂપિયા મિનિમમ બેલેન્સનો નિયમ હતો. જો ગ્રાહક મિનિમમ બેલેન્સ જાળવવામાં ચૂકે છે તો તેના પર દંડ લગાવવામાં આવતો હતો. કેનેરા બેન્કના આ નિયમથી વિદ્યાર્થી, મહિલા, લોઅર ઈનકમ ગ્રુપ અને વરિષ્ઠ નાગરિકોને લાભ થશે.

આ પણ વાંચોઃ નાસિકમાં યોજાનારા સિંહસ્થ કુંભ મેળાની તારીખ થઈ જાહેર, જાણો વિગતવાર

આ પણ વાંચોઃ સોફિયા કુરૈશી અને વ્યોમિકા સિંહ ભાજપના પ્રચારનો ચહેરો હશે? અમિત માલવિયાએ જણાવી હકીકત

Back to top button